________________
સુરતને જૈન ઇતિહાસ.
હિતવિજયે જિનવિજય કૃત ધના શાલિભદ્ર રાસની પ્રત ૧૪૨ પત્રમાં લખી. (દા. ૬ નં. ૯ ખેડા ભંડાર.)
૧૪૨. સં. ૧૮૧૩ માર્ગશિર્ય વદિ ૨ દિને શ્રી સૂરત બંદર મણે ગોપીપુરા મધે શ્રી પાર્શ્વનાથ પ્રસાદાત કનકકુશલે ( સં. ૧૬૫૫ માં) સંસ્કૃતમાં રચેલી સૌભાગ્ય પંચમી કથાની પ્રતિ ૯૭ પત્રની લખાઈ (નં. ૨૪૧૬ નાહટાને અભય પુસ્તક ભંડાર )
૧૪૩. સં. ૧૮૧૩ અને ૧૪માં એમ બે ચોમાસા પદ્યવિજય જીએ સુરતમાં કર્યા. તે વખતે તારાચંદ સંઘવીએ ત્યાં ઉપધાન વહ્યાં અને માલપણનો મોટો ઉત્સવ કર્યો. સં. ૧૮૨૧ માં સિદ્ધપુર ચોમાસું કરી સુરત આવ્યા. ત્યાં જેને ન્યાય પૂર્વક મહાભાષ્યમાંથી વ્યાખ્યાન કરી લોકોને નયવાદ, યુક્તિવદને પરિચય કરાવ્યો.
૧૪૪. સં. ૧૮૧૪ આસપાસ ઉપર્યુક્ત ઉત્તમવિજયના શિખ્ય રત્નવિજયે સુરતમાં વસી (૨૪ જિન સ્તવન) ની રચના કરી.
૧૪૫. સં. ૧૮૧૫માં ફો. શુ. ૭ સેમે વૃદ્ધ શ્રીમાળી દેવચંદ ભાર્યા જીવી બાઈના કરાવેલ શાંતિબિંબ અને શ્રીમાળી શાંતિદાસે કરાવેલ આદિનાથ બિંબની તથા બીજાં બિંબની પ્રતિષ્ઠા આંચલ ગ૭ના ઉક્ત ઉદયસાગર સૂરિએ કરી; (જુઓ લેખ ને. ૧૮૮ થી ૧૯૨ સુરત જેની પ્રતિમા લેખ સંગ્રહ) :
* સં. ૧૮૧૫ વૈશાખ શુદિ ૭ રવિવારે તૃણપુરે સુરતમાં) સૂર્યમંડણ પાર્શ્વ પ્રસાદ વડે ભ૦ વિજયપ્રભસૂરિ શિ. હિમવિજય : શિષ્ય પ્રતાપવિજય શિષ્ય રૂપવિજય ગણિ શિષ્ય માનવિજયે સ્વ શિષ્ય કસ્તુરવિજય ગણિ વાચનાથે કાંતિવિજય કૃત મહોબલ મહા