________________
પ્રેમજી પારેખને શત્રુજ્ય–સંઘ.
કરતાં તેમણે રચેલા નવ હાલના સિદ્ધાચલ મંડન ઋષભ સ્તવન (કે જૈન યુગ ૫. ૩ પૃ. ૩૪૯ થી ૩૫૧ માં મેં પ્રકટ કરેલ છે) પરથી જણાય છે. તેમાં હાલ ૪ થી માં પોપટ, વાદળી, પવન, વરસાદ વગેરેને સંબોધન કરવામાં કવિએ કરેલી કલ્પના અત્રે ઉતારવાનું મન થઈ જાય છે –
માહરા રે ભાઈ સુડલા), ગુણ માનું લાલ મને આપો થાહરી પાંખ, થારે ગુણ માનું લાલ હું એલંધું ઉજાડ, ગુણ માનું લાલ માને શત્રુજે દેખાડ, થારે ગુણ માનું લાલ. આદિસર ભેટું ઉડીને, ગુણ, ભાંજે મારા મનની બ્રાંત, થારે. ૧ વૈશાખ જેઠની વાદલી. ગુણ માનું લાલ માહરા સંધ ઉપર કર છાંહિથારા ગુણ માનું લાલ પવન! લાગું પાઉલે, ગુણ માનું લાલ તું તે સંધ ઉપર કર છાંહિ, (૬) થારે ગુણ માનું લાલ. ૨ જલધરને જાઉં ભાંમણે, ગુણ માનું લાલ તું તે ઝીણું ઝીણું વરસ્ય બંદ, યારે ગુણ માનું લાલ. ૩ માલીડા! લાગે ફુલડાં, ગુણ માનું લાલ માહિં માલતી ને મુચકંદ, થારે ગુણ માનું લાલ. પારેખ પ્રેમજી સંઘવી, ગુણ માનું લાલ ભણશાલી પૂર, થારે ગુણ માનું લાલ મજલું જે નાની કરે, ગુણ માનું લાલ તે સંતાપે નહિ સૂર, થારે ગુણ માનું લાલ. ૪