________________
પ૪
1 સુરતનો જૈન ઇતિહાસ. આ સૂરિપદનો ઉત્સવ ત્યાંના ચોપડા ગોત્રના પારિખ સામીદાસે ૧૧ હજાર રૂપીઆ ખર્ચ કર્યો (જૈન ગૂર્જર કવિઓ ૨ પૃ. ૬૮૬). આજ વર્ષમાં ચંદરાસના કર્તા મોહનવિજય સુરતમાં હતા, તેમણે પર્વતિથિ નિર્ણય નામનો ગ્રંથ લખ્યો.
૭૮. સં. ૧૭૬૪ આસો વદ ૧૧ બુધે તર્કસંગ્રહની હસ્તપ્રત સુરત મળે લખાયેલી વિ. ને. જ્ઞાન ભંડાર ખંભાત નં. ૧૦૬૯ માં મોજૂદ છે.
૭૯. સં. ૧૭૬૬ ના ભાદ્રવા માસની સુદ ૩ બુધે ઉપાધ્યાય હીરચંદ્ર ગણિ શિબ માનચંદ્ર ગણિ શિષ્ય ખીમચંદગણિ શિષ્ય કેશરચંદ્ર શ્રી લાડુઆ શ્રીમાળી જ્ઞાતિય વૃદ્ધ શાખીય સા નારાયણ સુત સા કીસન તત સુપુત્ર સા ભવાની વાચનાર્થે સાઃ મેઘરાજના આગ્રહ થકી સુરત મળે કવિ ઋષભદાસકૃત શ્રેણિકરાસની પ્રતિ લખાવાઈ. (જૈન ગૂર્જર કવિઓ ભા. ૩ પૃ. ૯૨૦)
૮. સં. ૧૭૬૬ માં સુરતમાં નાગર (વાણિયા?) નામે સુંદર વિશ સ્થાનક તપ આદર્યો અને તે તપની વિધિ જાણવા માટે ડાનવિમલસૂરિએ પિશ વદ ૮ બુધવારે વીશ સ્થાનક તપનું સ્તવન રચ્યું –[ પ્રાચીન સ્તવન રત્ન સંગ્રહ પૃ ૨૬૮
સૂરત બંદર સુંદર શ્રાવક, સ્થાનક તપ આદરત છે, તેહ તણો વિધિ જાણુણ હેતે, પ્રબલ પુણે અનુસરતાજી. ગ્રંથ વિચારામૃતથી નિસુણી, રાનવિમલ ગુરૂવાણીજી, સમકિત અનુભવ ઉલ્લાસે એહથી, અવર ન એહ સમાણીજી, સંવત રસ મુનિ વિધુ માસે, પિોષ વદ આઠમ બુધવારેજી, ભણવા કાજે સ્તવન કર્યું એ, નિનુ નિતુ મંગલ ચાર,