SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમું વિ. શતક પૂર્વાર્ધ. પાટે લક્ષ્મીચંદ્ર તેની પાટે વીરચંદ્ર તેની પાટે જ્ઞાનભૂષણ, તેની પાટે પ્રભાસચંદ્રની પરંપરામાં વાદીચંદ્ર, ને તેની પાટે મહીચંદ્રના શિષ્ય) બ્રહ્મચારી જયસાગરે હાંસોટના ર્સિધપરા જ્ઞાતિના જીવધર છીતાની પત્રદ્વારા વિનતિથી ગુજરાતી કવિતામાં “અનિરૂદ્ધ હરણુ” રચ્યું. (જેન ગૂર્જર કવિઓ ભા. ૨, પૃ. ૨૯૧-૨) ૬૪. સં. ૧૭૩ ૬ પિષ વદિ ૩ દિને શ્રી સૂર્યપુર મધ્યે સુશ્રાવક સાહથી માણિકજી હાંસકસ વાચનાથે પં. મતિમાણિક મુનિએ કવિરાજ ઉદયરાજે સં. ૧૬૭૬ માં રચેલી ગુણ-બાવની એક ચોપડામાં પત્ર ૧ થી ૧૦ માં લખી તે ચોપડો મુનિ જશવિજય પાસે છે. (જુઓ જૈન ગૂ. કવિઓ ભા. ૩ પૃ. ૯૭૭.). - ૬૫. સં. ૧૭૩૯ (નંદાગ્નિ મુનીંદુ) શરત ઋતુ કાર્તિક સુદ ૧૩ ભગુવારે “શ્રી માર્તડપુર (સુરત) નગર પ્રવરે બ. ખ. ભ૦ યુગપ્રધાન જિનચંદ્રસૂરિન શિવ ઉ રત્નનિધાન ગણિશિષ્ય રત્નસુંદર ગણિ શિ૦ મહ૦ રનરાજકૃત બાવીસ અભક્ષ નિવારણ સઝાય” કડી ૨૭ તે કર્તાના શિષ્ય રત્નજય ગણિના હિષ્ય પં. તેજસાગર મુનિ બ્રાતા પં. જયયસાગર શિ. લખમીચંદ્ર સુશ્રાવક હાંસજીના પુત્ર માણિકજીના પુત્ર વીરચંદ શ્રાતા મોતીચંદ ભત્રિજા ચિત્ર જીવણદાસ પ્રમુખ પુત્ર પૌત્ર પ્રપૌત્ર પ્રમુખ સપરિવાર વાચનાથે લખી. છેવટે ચોપડે મુનિ જશવિજય સંગ્રહ કે જેમાં ઉપર્યુક્ત ઉદયરાજકૃત ગુણબાવની ૨. સં. ૧૬૭૬, શ્રીસરકૃત આદિનાથ સ્ત, ધર્મવર્ધનકૃત પ્રાસ્તાવિક કુંડલિયા બાવની ૨. સં. ૧૭૩૪ અને વૈરાગ્ય શતક બાલાવબોધ છે. આ આખો ચોપડો સુરતમાં લખાયો લાગે છે. આ ચોપડામાં ધર્મવર્ધનકૃત પ્રાસ્તાવિક કુંડલિયા બાવનીને અંતે
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy