SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ (4) ઘર એટલે મહાદેવનું દેવળ છે તે પણ શામળાજીના દેવળ જેટલું નાનું છે. તે પથી સિદ્ધ થાય છે કે આ ગામડુ એ સ્તૂપુરી નગરીના અવશેષ છે. ાનુ ક્ષેત્ર :-આવી વિશાળ નગરી અને વિશ્વ વિખ્યાત દેવ અને દેવાલય જ્યાં હોય ત્યાં જળાશય તા અવશ્ય હોવુ જોઇએ. જળાશયમાં સેષવતી ( મેશ્વો) નદી હાલ મ ંદિરની પછીતથી ઘેાડે દૂર વહે છે. તેમાં પાણી ( આજસ ) જોઈએ તેટલા પ્રમાણુમાં નથી, છતાં નહાવા ધાવાના કામમાં પાણી પૂરૂં પડે છે. હવે બીજુ જળાશય કામ્બુદ નામના કુંડ હતા. તે કુંડ અતિ વિશાળ ધ્રુવથી તેને તળાવ કે સરાવરને નામે ઓળખતા. એ કુંડની ચારે બાજુ કાળા પત્થરથી બાંધેલી અને તે ઉપર પાટણના સહસ્રલીંગ તળાવની માફક શીવ મદિશ વિગેરે બાંધેલાં હતાં. તે ઉપર જણાવ્યા તેવા ભજકેએ એ શિ અને તેના આવારા તાડી ફાડી તેના પત્થરશે તેમને જોઇએ તે સ્થળે લેઈ ગયા. એટલે એ TM 136 કુંડની જગાએ કરમાબાઇનું તળાવ એ નામે ઓળખાયું. આવી રીતે એ ક્ષેત્રને પણ નવા જન્મ થયા. આવા દુઘંટ સમયમાં દેવાલયનું અને અંદરની મુર્તિ આનુ રક્ષણ કર્યુ અશકય લાગવાથી શ્રી શામળાજી પ્રભુની મૂર્તિને આ તળાવમાં સંતાડી દીધી. ને મદિર સ્મૃતિ વિનાનું ઉઘાડું રાખ્યું. મુર્તિ ભજને ા ખાસ મુર્તિ ઉપર દ્વેષ હોય છે. મકાનો પર નહી. તેથી એ મંદિરની બહારની દિવાલેની નાચતા ભાગની મુર્તિને ખંડન ભ ંજન કરી થાકીને ચાલ્યા ગયા એવી લાક વાયકા છે. આ સમય અલ્લાઉદ્દીન ખીલજીના લશ્કરે .સંવત્ ૧૩૫૩ માં ગુજરાતમાં આવી પાટણના નાશ કર્યાં ને ગુજરાતના હિંદુઓને દુઃખના દાવાનળમાં ધકેલી દીધા તે સમયે ઈંડર પરગણાના શાણા હિંદુઓએ આ મંદિર અને અંદરની મુર્તિ એને ખચાવવા આ સાહસ કર્યું હતુ. એટલે વિ, સં. ચૌદમા સૈકામાં આ ભવિષ્યના સારાને માટે આ બનાવ બન્યા હતા. ત્યાર પછી ત્રણસે વર્ષે એ કરમાબાઇનું તળાવ પણ સુકાઈ ગયું ને ત્યાં ખેતી થયાં. તે ખેતર ખેડતાં હાલની મુર્તિ હળના છેડાને અથડાઇ. તે ઉપરથી ખેડુંતે સાચવીને ખાદ્ય કામ કર્યું, તેા અંદરથી હાલની મુર્તિ મળી આવી. તે તેણે પેાતાની ઝુંપડીમાં રાખી. આજ સમયે એ જગાની આસપાસની જગામાંથી શ્રી પ્રાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા પણ મળી આવી. કહેવાય છે કે શામળાજીથી ત્રણ ગાઉ ઉપર ટીંટાઇ ગામ છે. ત્યાંના દશા પોરવાડ શ્રાવક ગૃહસ્થને સ્વપ્નામાં આ પ્રતિમાજીને ખ્યાલ આ ને તે જગાએથી ખાદ્ય કામ કરી પ્રતિમાજીને ટીટાઈ ગામે લાંવી હાલના દેરાસરમાં ધવાની પ્રતિષ્ઠા કરી. એ દશા પારવાડ ગૃહસ્થના વંશજો આજે હયાત છે ને દર વર્ષ પ્રતિષ્ઠાના દિવસે દેરાસર ઉપર તેમના તરફથી ધજા આરાપણુ થખ્ય છે. પ્રતિભાજી ના વખતનાં હાવાથી તેના અંગે વિગેરે હાલની પ્રતિમાના
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy