SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ વળી પરમપૂજ્ય શ્રી ૧૦૦૮ શ્રી. પૂન્ય વિજ્યજી મહારાજ પણ આપણાજ ગામના છે, તે ભાગ્યે કેાથી અજાણ્યું હશે. તે શાહ ભૂદરજી ગોરધનદાસના કુટુંબના છે. (કુટુબ નં ૨૫, પાને ૨૧૭) તેઓના પિતા શ્રી. ડાહ્યાભાઇ મનસુખભાઈ અંદરજી ભૂદરજી, આ એકના એક દીકરાને અને તેમની પાછળ વિધવાને છેડી ભર જુવાનીમાં સ્વર્ગવાસ પામેલા, તેમનાં માતુશ્રીને ધર્મ પ્રત્યેની લાગણી ઘણી હતી. તેઓએ પોતાના દીકરામાં પણ આવી લાગણીની સંભાવના જોઇ. પોતાના એકના એક દીકરાને દિક્ષા આપવાને નિશ્ચય કરી દિક્ષા અપાવી અને ત્યાર પછી પોતે પણ દિક્ષા ગ્રહણ કરી. તેએનું નામ શ્રી રતન શ્રીજી છે. શ્રીપૂન્ય વિજ્યજી મહારાજે તો આખી જૈન ક્રામ ઉપર ઉપકાર કર્યો છે એમ કહીએ તે તેમનુ અપમાન કર્યા બરાબર જરૂર લાગે, ખરી રીતે તેમણે તે આ જગત ઉપર અનહદ ઉપકાર કીધા છે, કારણ કે આ જૈન ફીલૉસારી કે જે અસલ થી કાના માત્રાના ફેરફાર વિના આજદીન સુધી જેમને તેમ સચવાઇ રહી છે તેને ખુણે ખુણેથી કાઢી તેની જાળવણી માટે, તેના જીર્ણોધ્ધાર કરવાને માટે, અને તેને જેમ બને તેમ પ્રકાશમાં લાવવા માટે જાણે આ જન્મ ધારણ ન કર્યો હૈાય તેમ રાતને દિવસ તન અને મનથી મહેનત કરી છે. તેમજ તે કરતાં તેમના ઉપર કાઇપણ જાતના દોષારોપ પણ લોકો લગાડે તો પણ તેની પોતાના ઉપર અસર થવા દીધા વિના આગળ કામકરતાજ જાય છે. આ કામ જેટલું અમુલ્ય છે, તેટલુજ અગત્યનું છે, એ વાત તે જગજાહેર છે. પણ સાથે સાથે તેમના આત્મા ને જ્ઞાનમય બનાવતા જાય છે તેની પણ તેમને અસર થતી હોય તેમ દેખાતું નથી. તે તેમની નિલે પવૃત્તિની નિશાની છે. આ પણ આપણા કપડવણજના વીશાનિમા વાણીઆના કુળમાં પાકેલાં રત્નેામાંનુ એક છે. તેને માટે અમાને ગર્વ છે. હજુ તેઓ જૈન જગતને કેટલું ઉપયોગી કામ કરી આપશે તે કળવું મુશ્કેલ છે. તેમને હમેશાં શાન્તિ અને વધુને વધુ શક્તિ મળેા તેવી પ્રાર્થના અમેા સહૃદયે કરીએ તે તે અસ્થાને નથી. કપડવણજના દિક્ષિત ભાઇઓ તથા વ્હેનેાના સસારી તથા દિક્ષિત નામાની યાદી: મુનિ મહારાજો: દિક્ષિત નામ ૧. આનન્દ સાગરજી ર. મણિ વિજયજી ૩. જીવવિજયજી ૪. લક્ષ્મી સાગરજી ૫. ચારિત્ર સાગરજી ૬. વિજય સાગરજી ૭. ચંદ્રોદય સાગરજી ૮. શ્રુત સાગરજી ૯. લૈંબ્ધિ સાગરજી ૧૦. બુધ્ધિ સાગરજી ૧૧. પ્રમાધ સાગરજી ૧૨. જનક સાગરજી સંસારી નામ હેમચંદભાઈ મણીલાલ મગળભાઇ ૩૨૩ ચુનીલાલ વાડીલાલ ચંપકલાલ સામાભાઈ ચંદુલાલ બાલુભાઈ પોપટલાલ બાબુભાઈ દિક્ષિત નામ ૧૩. યશોભદ્ર સાગરજી ૧૪. પ્રમોદ સાગરજી ૧૫. સુમન સાગરજી ૧૬. જિતેન્દ્ર સાગરજી ૧૭. વિષ્ણુધ સાગરજી ૧૮. ચિદાનંદ સાગરજી ૧૯. હિત સાગરજી ૨૦. ક્ષેમ’કર સાગરજી ૨૧. સૂર્યાધ્ય સાગરજી ૨૨. કંચન વિજયજી ૨૩. પુણ્ય વિજયજી ૨૪. કિર્તિ વિજયજી સસારી નામ મુકુ લાલ પોપટલાલ જયંતિલાલ વાડીલાલ ચંદુલાલ હરજીવનદાસ કસ્તુરલાલ હસમુખભાઇ કાન્તિલાલ ચંદુલાલ કેશવલાલ
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy