SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૭ અઢારમી સદીના છેવટના ભાગમાં આ દેરાસરની સ્થાપના થઈ હાય તેમ લાગે છે. હાલની મૂળનાયકજીની પ્રતિમા ખાદકામ કરતાં મળેલાં, હાલ જે માણેકબાઈ શેઠાણીનું અનાથાશ્રમ છે,તેજગાએ ખાદકામ કરતાં તે મળેલાં. આ પ્રતિમાજી નીકળ્યાં ત્યારે તે વખતના શ્રાવકાએ તેજ જગાની ખાજુમાં જે કંઈ મકાન મળી શકે તેવાં હશે તે લેઈ, તે મકાનાને દેરાસરના રૂપમાં ફેરવી, ત્યાં પ્રતિષ્ઠા કરી. આ ઉપરથી એમ લાગે છે કે આ વખતે શ્રાવકાની સ્થિતિ બહુ સારી નહિ હાય, કારણ કે મુળ દેરાસર ધણું સાંકડુ અને દેવદન માટે વારતહેવારે અગવડો પડે તેવું હતું. પ્રતિષ્ઠા થયા પછી શ્રાવકોની સ્થિતિ ઘણી સુધરી, અને આથી શ્રાવકાને આ દેરાસર પ્રત્યે બહુ ભાવ વધ્યો. શેઠ મીઠાભાઈ ગુલાલચદે આ હરકત દુર કરવા આગળની બીજી જમીનો અને ઘરે વેચાતાં લેઇ દેરાસરના વિસ્તાર વધાર્યો. જુના જે ચાકના ભાગ હતા ત્યાથી ઢેઢ શા. સકરલાલ ભૂરાભાઈના ઘર તરફના કરા સુધીના ભાગ તેમને બનાવી આપ્યા. આ વખતે પહેલા માળ પણ બંધાવ્યા અને જુના દેરાસરને પણ મરામત કરાવી આપ્યું. હાલ જે નકશીકામ, મેઘાડમરી, થાંભલા, કમાન વિગેરે જુની કારીગીરી વાળુ લાકડકામ જોવામાં આવે છે, અને જેને છ[ાર નિમિ-તે હાલ કાઢી નાખવામાં આવ્યું છે તે બધુ શેઠ મીઠાભાઈ ગુલાલચ દે બંધાવી આપેલું. નીચે શ્રી મલ્લીનાથજીના ગભારા તેમજ ઊપર શ્રી શાન્તીનાથજીના ગભારા પણ તેમણે બધાવેલા હતા. આ બધુ લગભગ સંવત ૧૮૫૦ થી ૧૮૭૫ દરમીઆન બનેલું હોય તેમ લાગે છે. કારણ કે શેઠ સંકરલાલ ભાઇના કહેવા મુજબ શ્રી શાન્તિનાથજીના દેરાસરના જીર્ણોધ્ધાર થયા પહેલાં આશરે પચાસ વરસ પહેલાં આ દેરાસરના જીર્ણધાર શેઠ મીઠાભાઇએ કરાવ્યા હતા. શ્રી શાન્તિનાથજીના દેરાસરના, જીર્ણોધ્ધાર સંવત ૧૯૦૪ ના વૈશાખ વદ ૬ ના રેાજ થયેલા તેનું પ્રમાણ પત્ર છે (આ મુકના પાને ૨૩૨). આ જીર્ણોધ્ધાર શેઠ વૃજલાલ મોતીચંદે કરાવેલ અને તેજ વખતે આજ દેરાસરમાં શ્રી આદિશ્વર ભગવાનનું દેરાસર આગલા ભાગમાં બનાવ્યું. (જીએ પા. ૧૬૧) અનુમાન થાય છે કે શ્રી ચિંતામણુજીના દેરાસરમાં વધારાની જમીન ઊમેરી ત્યારે કઈ ઊંડે સુધી. ખાદકામ કરેલું નહિ હાય, તેમજ મૂળ નાયકની પ્રતિમા તે કાયમ હતી એટલે તેવા ખાદકામની જરૂર પણ નહિ લાગી હોય. આ શ્રી ચિંતામણ પ્રાર્શ્વનાથજીની પ્રતિમા ધણાં જુનાં અને પ્રાયેકરી શ્રી સંપ્રતિરાજાનાં ભરાવેલાં બીબામાંનાં એક છે, તે પ્રતિમાજીની મુખાકૃતિ તેમજ હાથ નીચેના ટેકા તથા ઘાટથી માલુમ પડે તેવું છે. 4 આ દેરાસરની પ્રતિષ્ઠા પાદ્ પૂજ્ય સુરીશ્વર શ્રી ૧૦૦૮ શ્રી વિજય લક્ષ્મી સૂરીજીએ કરાવેલ હતી અને ત્યારથી અત્રે વસ્તા નીમા વણિક મહાજનોની સ્થિતિ કુદકે ને ભૂસ્કે સુધરતી ગઇ, પરંતુ ભાવી ભૂલાવે તેમજ આજથી પંચાવન વરસ ઉપર મૂળ ગભારાના જુના ચોરસ ઘાટના ઢાલ્લા નહિ ગમવાથી એક ભાઇએ કપાવડાવ્યા જેઓએ ધણું સહન કર્યું; તેમજ ત્યારથી નીમા મહાજનની પડતી શરૂ થઈ. જ્યારે સુધરવાના વખત આવ્યા ત્યારે વળી આજથી પદરવરસ ઉપર અમદાવાદથી એક જાણકાર માણસને ખોલાવ્યા અને તેમની સલાહ મુજબ ઢાલ્લા પાછા બેસાડવાનું નક્કી કીધું. આમાં ભાઈ પાનાચંદ લીંબાભાઇએ પણ સારી મહેનત કરેલી. આવુ બધું ખરચ સ્વ. ભાઇ શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈએ આપેલું. આમ કરવ થી તેમની તેમજ નીમા મહાજનની પાછી સ્થિતિ સુધરવા માંડી. આજ વળી પાછી જરા તરા મંદી આવવા લાગી છે. શા કારણે તે તે જ્ઞાનીજ કહી શકે. આમ ચઢતી પડતી તે આવ્યાજ કરે છે પણ જૈન ધર્મ પ્રત્યેની અટળ શ્રધ્ધા જે અત્રેના શ્રાવકામાં છે, તે જેવીને તેવી કાયમ રહી છે. આ અમારી કપડવણજની ભૂમિનું પૂણ્ય છે, અને તેથીજ તે આજે પણ ગુજરાતમાં સારામાંનુ એક શેહેર ગણાય છે.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy