________________
૨૮૧ બીજે દિવસ (શનિવાર તા. ૧૯-૧૨-૪૫) સંમેલનની બીજા દિવસની બેઠક બપોરના એક વાગે શરૂ હતી તે વખતે જે જે ભાઈઓને સંમેલનમાં પોતાના વિચારો દર્શાવવા હોય તેઓને એક પછી એક બલવા દેવામાં આવ્યા હતા.
તુરતજ ભાઈ જયતિલાલ એમ. શાહે સમયને અનુસરતુ અને પિતાના વિચારો દર્શાવતું વિધતાભર્યું ભાષણ કર્યું હતું. તેમના ભાષણમાં આપણા બંધારણમાં મૂળભૂત હેતુઓને પુરા બર લાવવાને માટે બહુજ વ્યવહારિક દ્રષ્ટિએ પુષ્ટિ આપવામાં આવી હતી. ધાર્મિક જ્ઞાન ઉપર પણ તેઓશ્રીએ ભાર મુકી આપણી પ્રજા સંસ્કારીક થાય તે માટે દરેકને ખંત અને ધગશ રાખવાને માટે પ્રેર્યા હતા. અને પશ્ચિમાર્યા કેળવણીથી થતા પ્રત્યાઘાત અને તેથી આવતી ધર્મ ભાવનામાં શિથિલતા વિગેરે સમજાવી તેને વડી કાઢી હતી. તેઓએ શારિરિક કેળવણી તેમજ હુન્નર-ઉદ્યોગ કેળવણી ઉપર તેટલો જ ભાર મુક્યો હતો અને જણાવ્યું હતું કે વસ્તુપાલ-તેજપાલ, વીર ભામાશા, સુભાષબાબુ, અને જવાહરે, જોઈતા હશે, તે આપણે આપણું બાળકો પ્રત્યેની આપણી ગંભીર જવાબદારી પાલન કરવી પડશે, અને તેમને સાચો ઈતિહાસ શિખડાવો, સાચી ફરજ સમજાવવી, ધાર્મિક, વ્યવહારિક, તેમજ ઉદ્યોગિક કેળવણીઓ સારી રીતે આપવી વિગેરે માબાપની ફરજ ઉપર ખૂબખૂબ ભાર મૂકયો હતે. અને તે માટે જુદા જુદા દાખલાઓ આપી, જુદી જુદી જાતની વ્યવસ્થાઓ સમજાવી દરેકને પોતાની ફરજ સમજાવી હતી. અને માત્ર ઠરાવ કરી બેસી નહિ રહેતાં ઠરાવોનું પોતે પાલન કરી, બીજા પાસે તેને અમલ કરાવવા તત્પર રહેવા આગ્રહ કર્યો હતો. .
ત્યારબાદ ભાઈ ભીખુભાઈ છોટાલાલ મહેતાએ પોતાનું ભાષણ શરૂ કર્યું હતું. ભાઈ ભીખુભાઈ પિોતે અશોક મિલમાં વિવીંગ માસ્તર છે અને પોતે વિલાયત જઈ તે કામમાં નિપુણતા મેળવી, તે વિષયમાં બહુ સારું જ્ઞાન ધરાવે છે, તેઓએ કેળવણીના વિષય ઉપર ખૂબખૂબ ભાર મૂકી કેળવણું કઈ જાતની, કેટલા દ્રઢ નિશ્ચયથી, તેને મેળવવાના જુદા જુદા ઉપાયો અને તેને માટે જોઇતા નાણું વિગેરેનો પુરેપુરો ખ્યાલ આપ્યો હતો. અને સર્વ દાનોમાં વિધાદાનને મોટું મહત્વ આપ્યું હતું. સ્ત્રી કેળવણી ઉપર તેમણે ખૂબ ભાર મુકયો હતો અને તેના ઉપરજ આપણી ભાવિ પ્રજાને આધાર છે તે સમજાવી દરેક બહેનોને પોતાની બાલિકાઓને સાચી આદર્શ ગૃહણિઓ થાય અને પિતાના બાળકોને દરેક રીતે ગુણ અને જ્ઞાનથી સુસજજ પેદા કરે એવી રીતે કેળવવા ભલામણ કરી હતી. તેમણે તે કેળવણી પાછળ ધનને વ્યય પુરતી રીતે કરવામાં આવે તો આપણી જ્ઞાતિની આખી સુરત બદલાઈ જાય તેવું તેઓ પ્રત્યક્ષ જોઈ રહ્યા છે તેમ જણાવ્યું હતું. જ્ઞાતિમાં એક પણ બાળક યા બાલિકા નિરક્ષર રહે તો તેને માટે આખી જ્ઞાતિને જોખમદાર ગણવી સર્વ ભાઈઓને કેળવણીને પછી તે ધાર્મિક, વ્યવહારિક, શારિરિક કે ઉદ્યોગિક હોય તે બધીને અપનાવી લઈ, પિતાની જેટલી શકિત હોય તેટલી શકિતથી, પૂરા જોરશોર સાથે તેઓએ તેને મદદ કરે તેમ જણાવ્યું હતું. તેમના આખા ભાષણમાં તેઓએ કેળવણુને બધી રીતે ઉત્તેજન આપવા સર્વ ભાઈઓને અનેક વખત વિનવવા પ્રયત્ન કર્યો હતો.
ત્યારબાદ ભાઈ નગીનદાસ દલસુખભાઈએ પ્રાસંગિક વિવેચન કરતાં જણાવ્યું કે આપણી સમક્ષ જે જે વિચારો મૂકવામાં આવે છે તેને રૂ૫ આપવાનું કામ સંમેલનનું છે. આપણી એકતા સ્થપાય (તડા દૂર થાય) આપ આપના ઝઘડા ભૂલી જવાય અને સમસ્તની દ્રષ્ટિએ વિચાર કરતા થઈએ તેજ આ સંમેલનને યેય છે. આપણે એકલ-દોકલને વિચાર કરવાનું નથી. પરંતુ આપણી