________________
२७२
નીમેલી છે અને તેને અહેવાલ આજના અધિવેશનમાં આપની સમક્ષ રજુ કરવામાં આવશે. એટલે આ બાબત વધુ વિગતેમાં ઉતરતા નથી, પરંતુ કેટલાક મુરબ્બીઓને આ રકમ માટે ઘણી સારી ધગશ છે અને તદન નિસ્વાર્થ બુદ્ધિથી અને ફક્ત જ્ઞાતિના હીત માટે જ કંઇક કરવું તેવી લાગણી તેઓમાં ઉભરાએલી છે. તે મારી આપ સર્વે ને વિનંતિ છે કે આની ઉપર આપ કોઈ પણ જાતના પુર્વગ્રહ વગર વિચાર કરશે. અને આજ અધિવેશનમાં તે સબંધમાં શુભ શરૂઆત કરી ગોધરા અધિવેશનની કાયમની યાદ મુકતા જજે. દરેક સારા કામની શરૂઆત નાની જ હોય છે અને તેમાં આપણી આ સ્કીમ પણ અપવાદ હોઈ શકે નહી. એક વખત સારી શરૂઆત થઈ જશે તે પછી સારા કામને વેગ મળતાં વાર નહિ લાગે.
- પહેલું અધિવેશન મલ્યા બાદ આજ સુધીના ટુક વખતમાં આપણે દેખાવમાં તદ્દન ઓછું પરંતુ અગત્યતામાં અતિ બહોળુ કામ કરી શક્યા છીએ જે કે મને આજ સુધી સર્વસામાન્ય પ્રગતિનો વિચાર પણ નહીં જે હતું તે કામના ઘણાં માણસે કેમની સામાન્ય પ્રગતિને વિચાર કરતા થઈ ગયા છે તે સિદિધ ઓછી નથી. તેની કિંમત જેટલી આંકીએ તેટલી ઓછી છે. વિચારશ્રેણીમાં મૂળભૂત ફેરફાર થવા માંડે છે અને તે ફેરફાર તેજ આપણી મેટામાં મોટી પ્રગતિની નિશાની છે. બોલવામાં, ફાવે નહિ તેવા ગૃહસ્થાએ પિતાના વિચારો લેખીત દરખાસ્ત રૂપે મેકલી આપ્યા છે. કેટલાક માણસે રૂબરૂ બોલી ન શકતા તેવા સદગૃહરો પણ અધિવેશનની ખુલી બેઠકમાં પિતાનાં વિચારે સુંદર અને વ્યવસ્થિત રીતે વ્યકત કરવાની હોંશ ધરાવતા થઈ ગયા છે. સ્ત્રીઓને, વિધાથીએ ને અને યુવાનને ખાસ પ્રતિનિધીત્વ આપવું જોઈએ, તે વિચાર પણ આગળ આવતા જાય છે. આ અને આવા પ્રકારની વિચારશ્રેણી થઈ તે દેખીતી રીતે જ કેમની આબાદીની સુચક છે અને તેજ આપણું સંમેલનની સિધ્ધિ છે.
ગત અધિવેશનમાં આપણે ઠરાવ કરે છે કે બહારગામથી વર પરણવા આવે ત્યારે તેમની પાસેથી ગામના રિવાજ કરતાં વધુ બોજો લે નહી. મને જાહેર કરતાં આનંદ થાય છે કે આ માટે કપડવંજ, મહુધા, ચુણેલ, ગોધરા, અને વેજલપુર તરફથી તે તેમના સ્થાનિક પંચની મંજુરી મલ્યાની ખબર આવી ગઈ છે. લુણાવાડાની મંજુરી બાકી છે. પણ ત્યાંનો રિવાજા બહાર ગામના વર પાસેથી ખાસે વધુ લેવાનો નહિ હોવાથી તેમાં ખાસ કરવાપણું રહેતું નથી. એટલે કે બધાજ પંચો તે બાબત એકમત છે અને ઠરાવનો અમલ કરવા એકમત છે. એટલે તે ઠરાવ મંજુર થઈ ગયો છે.
' આ વખતે એક ખુલાસો કરે તે અસ્થાને નહિ કહેવાય. મારી સમજ પ્રમાણે કોઈ કે ઠેકાણે એ ખ્યાલ રાખવામાં આવે છે કે આપણા સંમેલનને હેતુ દરેક સ્થાનિક પંચેની સત્તાઓ ઉપર સર્વોપરીપણું ભોગવવાને છે. પણ તે ખ્યાલ તદ્દન બીનપાયાદાર છે. સ્થાનિક પંચને, વહીવટ અને સત્તાઓમાં, ભલામણ અને સુચનાઓ કરવા સિવાય આપણો કોઈ હેતુ નથી પણ હાલના જમાનાના હિસાબે આપણે આશા રાખીએ કે એક વખત એવો આવશે કે જ્યારે આપણે એટલા આગળ વધેલા હઈશું, કે આપણે ગામના અને પંચના સાંકડા વર્તુળમાંથી નીકળી વિશાળતાના ક્ષેત્રમાં વિચરશું ત્યારે આપણે બધાઓ સાથે મળીને એકજ રીતિના સમજણપૂર્વકના નકકી કરેલા ધારાધોરણોથી ચાલીશું અને સમાનતાના ધરણા પર કામ કરતા થઈશું.
વસ્તીપત્રક માટે મુંબઈથી ફોરમ કાઢવામાં આવેલાં છે અને દરેક ગામથી તે બરાબર ભરાઈ આવી ગયેલાં છે, તેને તરીને કાઢી રિપોર્ટમાં તેનો સમાવેશ કરવામાં આવશે. આ બાબતમાં કોઈ