SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાર પછી મહુધા-ચુણેલ-કાનમ-સુરત તરફના પ્રતિનિધિઓની ઓળખાણ ભાઈ શ્રો. મણીલાલ ચુનીલાલ ભણસાલીએ કરાવી હતી. અત્રે જણાવતા આનંદ થાય છે કે ભાઈ શ્રી. મણીલાલ એક સુપ્રસિધ્ધ સીવીલ એન્જીનીઅર છે. ઈરાકમાં તેઓએ એજીનીઅર તરીકે ઘણાં વર્ષો સુધી કામ કરી હાલ મુંબઈમાં પોતાને ધંધે જોરથી આગળ ધપાવ્યો છે. આપણી કામમાં એઓ પહેલાજે આટલી હદે પહોંચેલા સીવીલ એજીનીઅર છે. વળી ભાઈ નગીનભાઈ વાડીલાલ વકીલે જે સૌ. બહેન લલીતા હેનને પ્રતિનિધિ તરીકે ઓળખાવેલાં, તેઓ ભાઈ મણીલાલ ભણસાલીના ધર્મ પત્નિ છે. આ એક સુમેળ છે. છેલ્લે વેજલપુરના પ્રતિનિધિઓની ઓળખાણ ભાઈ શ્રી. મણીલાલ મહાસુખભાઇએ કરાવી, ઓળખાણ-વિધિની પૂર્ણાહુતિ કીધી હતી. અત્રે કહેવાની જરૂર છે કે વેજલપુરમાં આપણી કોમ એટલી સુખી છે કે કોઈને પંઘો શોધવા બહાર ગામ નીકળવું પડેલ નથી. આ એક આપણું મને ગર્વ લેવા જેવી બાબત છે. ત્યાર બાદ પ્રમુખશ્રીએ પોતાનું ભાષણ શરૂ કર્યું હતું. - પ્રમુખ શ્રીયુત્ શેઠ બાબુભાઈ (ઉ રમણભાઈ) મણીભાઈનું પ્રારંભિક ભાષણ. મુરબીઓ, પ્રતિનિધિ ભાઇઓ તથા અન્ય ભાઈબહેને. . . આપણું આ બીજા અધિવેશનમાં આપે મને ફરીથી પ્રમુખ તરીકે નીમી ઘણો ઉપકાર કર્યો છે. ગત અધિવેશનમાં મારા પ્રત્યેની લાગણીથી પ્રેરાઈને અન્ય અનુભવી સજજન હોવા છતાં આપે મને પ્રમુખ તરીકે નીમી ભાન આપેલું તે પછી આ વખતે આ માન અન્ય ભાઈઓમાંથી કોઈને આપ્યું હોત તે ને વધારે ઇચ્છવા જોગ હતું. છતાં આપે જે લાગણું મારા પ્રત્યે દાખવી છે અને ગોધરાનિવારસી ભાઈઓએ ખાસ કરીને મારા જેવા બહારગામના માણસનું નામ પ્રમુખ તરીકે સુચવી મને પ્રમુખ નીમ્યો છે તે માટે તેમને અને આપ સર્વેને હું ઘણો આભારી છું. મારી ન્યુનતાને મને પુરો ખ્યાલ છે છતાં મને ખાત્રી છે કે આપ સર્વેને હાદિક સહકાર હોઈ આ અધિવેશનનું કામ સફળતાપૂર્વક પાર પાડવામાં હું શકિતમાન થઈશ. : આપણે દોઢ વર્ષના ગાળા બાદ મળીએ છીએ, તે દરમ્યાન દુનિયામાં ઘણું મહત્વના બનાવે અને ફેરફારો બની ગયા છે. વિશ્વયુધ્ધ પુરૂ થઈ ગયું છે પણ તેની અસરથી આપણે હજુ મુકત થયા નથી. યુત્તર પરિસ્થિતિ કેવી હશે અને યુધ્ધોત્તર દુનિયા કેવી હશે તેને હજી આપણને પુરે ખ્યાલ પણ નથી. આ બાબતમાં અત્રે વધારે કહેવાને સ્થાન નથી; પરંતુ પલટાતી દુનિયાની પલટાતી પરીસ્થિત ને ઓળખી આપણે તેને સારામાં સારો લાભ ઉઠાવવા માટે દરેક પ્રયત્ન કરવો જોઈએ. આપણે કેવા ક્રાંતિકારી કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ તેનું મુલ્યાંકન તે ભવિષ્યનો કોઈ ઇતિહાસકાર કરી શકશે, પણ સમયને પ્રવાહ ઓળખવામાં અને તેને અનુરૂપ થવામાં આપણે પ્રયત્નશીલ રહેવું પડશે અને તેમ કરીશું તેજ આપણે આપણું અસ્તિત્વ અને મોભો જાળવી રાખીશું અને પ્રગતિ સાધી શકીશું. લડાઇના ન્હાના નીચે તેમજ અમુક પક્ષના દબાણને લીધે આપણુ દરેક ધંધા ઉપર આક્રમણ
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy