SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ડાબે હાથે બીજો લેખ છે. તેમાં ફક્ત તે પાદશાહનાં સગાવહાલાનાં નામ છે, તેને તરજુ કરે છે પરંતુ જગાની સંકોચને લીધે દાખલ કર્યો નથી. પૃષ્ટ ૪૮ :- ત્યાં એક મસીદ છે અને વિશાનીમા વાણિઆ મીઠાભાઈ ગુલાલની બંધાવેલી પાંજરાપોળ પણ ત્યાંજ છે. પૃષ્ટ ૫૦ :- વડાની ખડકી, અને ઢાકવાડી જેમાં નીમા જ્ઞાતિના વૃજલાલ મોતીચદે સંવત ૧૮૦૪ના વૈશાખ વદ ૬ને રોજ આદીશ્વરનું (શ્રી શાંતીનાથનું) મોટું દહેરૂં બંધાવ્યું છે. (જીર્ણોધ્ધાર કરાવ્યો) અષ્ટાપદજીનું દેરાસર સ્વર્ગવાસી શેઠ નહાલચંદભાઈ નથુભાઈનાં માતુશ્રી શેઠાણું અમૃતબાઈએ... સંવત ૧૮૪૨ ના વૈશાખ સુદ ૧૧ ને રેજ બંધાવી તૈયાર કર્યું. શ્રાવક લેકેનાં બીજાં સાત દેરાસર છે. આના જેવું બીજું દેરાસર કઈ જગાએ જોવામાં આવતું નથી. આ દેરાસર બંધાવતાં આશરે બે લાખ રૂપિઆ ખર્ચ થયો હતે. પૃષ્ટ ૫૧ - દલાલ વાડે ત્યાં વીરચંદ લાલદાસ કરીને કોઈ નીમા વાણિઓએ સંવત ૧૯૨૮ ના વૈશાખ સુદ ૬ને રોજ શ્રી વાસુપુજ્યનું દેરાસર બંધાવ્યું હતું, તે હાલ મેજુદ છે. પૃષ્ટ ૫૧ - ત્યાં શામસૈયદના ચલે એક પરબડી છે અને કડીઆની મસીદ છે. તેને લેખ કાઝી સાહેબના દફતરમાં લખેલું છે, જેની મતલબ નીચે પ્રમાણે છે. ફરમાયુન નબી સાહેબે એ મસીદ (જે બગીચા જેવું હવામાં ઉભું રહેનાર મકાન) દુનીઆને માટે યા દીનને માટે સર્વને સરખા હક આપીને અને બીજુ દરગા પરમેશ્વરની (ખુદાની) હસ્તી સમજવા માટે હઝરી સને ૭૨ (સંવત ૧૩૫૮)માં બંધાવેલી છે. વળી એ લેખમાં અબુલ ફતા–અહમદશાહ બીન મહમદશાહ-બીન મુજફરશાહ-સુલતાન બીન સુલતાન એ પ્રમાણે નામ પણ આપેલાં છે. મોડાસામાં વાવી મુકોનાં ને “શામળાજી” નામની પુસ્તિકાના પૃષ્ટ ૨૧ માના છેલ્લા ભાગને ઉતારે. ત્રણેક વર્ષ પહેલાં મેડાસાની નદી માજુમના ધરામાંથી ત્રણ સુંદર મુર્તિઓ નીકળી છે. તેમાં એક ભક્ત ગરૂડની ભવ્ય આકર્ષક પ્રતિમા છે. બીજી શ્રી વિષ્ણુની અલૌકિક મુર્તિ છે. ને ત્રીજી જવલ્લેજ કેઈ જગાએ જોવા મળે તેવું શ્રી વરાહ અવતારનું મનોહર સ્વરૂપ છે. સાગરનાં છલતાં મજા પર છે. કૂર્મઉપર સાગરમાં ડૂબેલી પૃથ્વી દેવીને, દંતૂશળપર ઉગારી બહાર લઈ આવતા શખ ચક્ર ગદાપદ્મ ધારી વરાહનું સ્વરૂપ છે; શેષ ઉપર તેમની સવારી છે, શેષની સખ્ત ફણાઓ, કૂર્મનું ભક્તિ પ્રણત મુખ, વરાહના સમસ્ત શરીરપર દેવત્વના પ્રતીકે, પીપર ચતુર્મુખ બ્રહ્મા –આ દર્શન ખરેખર અનુપમ છે. મેડાસામાં જનારે અવશ્ય આ દર્શનનો લાભ લેવો જોઈએ.” – તિથી ગુમ મ7 –
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy