________________
~૧૮૬
ઠીક ઠીક ધસી રહી છે. સ્થાનિક મ્યુનિસીપાલીટીમાં આજથી વીશ વર્ષ અગાઉ જે માત્ર એકજ ગૃહસ્થ મેમ્બર તરિકે મીરાજતા તેના કરતાં વધારે ગૃહસ્થા અત્યારે મ્યુનિસીપાલીટીમાં ખીરાજે છે એટલુંજ નહીં પણ તે બધા કામ કરવાની કમીટીના ચેરમેન પદે ચુંટાઈ પ્રજા સેવાના લાભ મેળવે છે. તે ઉપરાંત લેાકલાની તાલુકા સમીતિ, જીલ્લા સમીતિ, પ્રજાહિતા સેવા મંડળ, સ્થાનિક સ્વરાજ્ય મંડળ, સેવાસંઘ, અને તેનું દવાખાનું ઇત્યાદિ પ્રજા મંડળનાં ગણાતાં અંગામાં આપણા નીમા ગૃહસ્થા ઘણું સારૂ કામ કરી રહ્યા છે. તે ધન્યવાદને પાત્ર ગણાય–તેમની પછીની પેઢીના યુવાનાને આ અનુકરણીય છે. હાલ કાર્યકર્તા, ઓનરરી વર્ક અને તેમના અનુગામીઓને પરમાત્મા સમુદ્ધિ અને પ્રેરણા બળ આપે એવી પ્રાથના છે.