SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ આભાર દર્શન - આ પુસ્તક છપાવી પ્રસિદ્ધ કરવા માટે અમારા પૂજ્ય કુળગુરૂ શ્રોત્રીય મહાસુખરામ પ્રાણનાથ તરફથી મને વખતે વખત કહેવામાં આવ્યું. મને પણ વખતે વખત એમજ લાગ્યા કરતું કે આ કામ મારે માટે અશક્ય તે નહિ પણ મુશ્કેલ થશે, કારણ કે મારી તબીયત સારી રહેતી ન હતી. છતાં તેઓશ્રીએ એટલે બધે શ્રમ લીધો હતો કે જેને વ્યર્થ જવા દે તે મારા જેવા માટે વસ્યું થઈ પડયું. તેમજ તેઓશ્રીની આપણી કામ પ્રત્યેની લાગણી પણ એટલી ભારે હતી કે જાણે આપણી કમનું દેવું જ હોય નહિ અને તેને ભરપાય કરવા તેઓ મથી રહ્યા હોય તેમ લાગતું. આ કારણે મને જરા જેમ ઓવ્યું અને મેં મારા ભાઈઓ ઉપર વિશ્વાસ રાખી, આ કામ ઉપાડી લેવા અને પુરું કરવા તેમને બાંહેધરી આપી. આથી તેમણે મને પ્રસિદ્ધ કરવાના સર્વ હક અર્પણ કીધા. આ તેમના મેટા દીલને તેમજ આપણી કોમ પ્રત્યેના તેમના અનન્ય પ્રેમ માટે તમે સવતી તેમને અત્યંત હાર્દિકે ધન્યવાદ આપું છું. તેમજ કેમ તેમની હમેશને માટે રૂણી રહેશે તેની હું ખાત્રી આપું છું. વળી મેં મારા ભાઈઓ ઉપર જે ભરોસો રાખી આ કામ આગળ ધપાવેલું તેથી પણ સારી રીતે પ્રોત્સાહન મળ્યું છે. આ મારા બધા ભાઈઓએ સર્વે રીતે મને પિતાનાથી બનતી પૂરેપૂરી મદદ આપી છે, કારણ કે જેની પાસે ગયો તેમણે મને તદન આનાકાની વિના મેં માગ્યા તેટલા રૂપિયા આપી કતાર્થ કર્યો છે. તે સર્વે ભાઈઓનાં નામ આપી, મળેલા દાનની રકમ તેમના નામ સામે દર્શાવી છે. આ તેમની ઉદાર વૃત્તિથી ખેંચાઈને અને તેની પ્રશંસા દર્શાવવા મેં તેમનાં દરેકનાં ચીરસ્મરણ રૂપે આ નાનકડી બુક જે ઇતિહાસ રૂપે પ્રગટ થાય છે તેમાં, દરેકના ફેટા જોડવા નિશ્ચય કર્યો અને તેમાં પણ મને દરેકે પૂરેપૂરે સહકાર આપ્યો છે. આના માટે હું તે સર્વે ભાઈઓને રૂણી છું. - આ પુસ્તકને છપાવતાં, મુફવિગેરે વાંચી સુધારે વધારે કરવામાં, મને ડૅ. ભાઈ રમણલાલ સેમાભાઈએ ઘણીજ મદદ કરી છે. તે માટે તેમને પણ આભાર આ સ્થાને માનું છું. ડ. ભાઈ રમણલાલ નાનપણથીજ આવા સાર્વજનિક કામમાં–તેમાં ખાસ કરીને યુવાનના કોઈપણ પ્રગતિ સાધવાના ક્ષેત્રમાંસહદય મદદ કરતાજ આવ્યા છે જે તેમના ઉદાર અને પ્રગતિશીલ સ્વભાવની પ્રતિતિ કરાવે છે. તેઓ હજુ ઘણ જુવાન છે, એટલે તેમના તરફથી આવા કામમાં ઘણા લાંબા કાળ સુધી આપણી નાનકડી કેમને સહાયતા મળતી જ રહેશે તેવી આશા સેવું છે તે અસ્થાને ગણાશે નહિ. વળી આ પુસ્તકને છાપી આપનાર ભાઈ મેહનલાલ જનરલ કમર્શિયલ પ્રીન્ટરી, હમામ સ્ટ્રીટ, કેટ, મુબઈના માલિકે પણ અમારી ફુરસદે અને ટાઈમના સંકેચ વિના ઘણું ખમીને આ પુસ્તકને આ પ્રમાણેનું પ્રગટ કરવા અમોને સહાયતા કીધી છે. તે માટે તેમને પણ આભાર માન્યા વિના મારાથી રહેવાય નહિ. ' આ પુસ્તકને છપાવતાં લગભગ બે વર્ષ વિતિ ગયાં છે. આ સમય દરમ્યાન અમારા પૂજ્ય કુલગુરૂ શ્રી, મહાસુખરામ ભાઈ સ્વર્ગવાસ પામ્યા છે. તેમના આત્માને તે જ્યાં હોય ત્યાં શાન્તી મળે તેવી અમારી હમેશને માટે પ્રાર્થના છે. આ પુસ્તક છપાવવા હાથમાં લીધું ત્યારથી આજ દીન સુધીમાં બીજાં ડાંક ધાર્મિક કાર્યો કપડવણજમાં ઉપસ્થિત થયેલાં તેનું વિસ્તાર પૂર્વક ખ્યાન આ બુકના છેડે “કપડવણજમાં ઉપસ્થિત થયેલ આધુનિક ધાર્મિક કાર્યોના મથાળા નીચે આપવામાં આવેલ છે. ટૂંકામાં મારે આપ સર્વે ભાઈઓને એકજ વિનંતી કરવાની છે તે એ કે આ પુસ્તકની પ્રકમાં ઘણી ભૂલો રહી ગયેલી છે. તેમજ વાક્ય રચનામાં પણ ખામી છે. તેને આપ સૌ સુધારીને વાંચશે અને અમારી ખામીઓને અપનાવશે. આ પુસ્તક દરેક ભાઈ બહેને દાગીનાની પેઠે સાચવે તેવી મારી ભલામણ છે તેમાંથી ભવિષ્યની પ્રજા પિતાના કુટુંબ-જ્ઞાતિગોત્ર વિગેરે માટે જાણવાનું મેળવે અને પોતે સગાઈ સંબંધ બાંધતાં આ પુસ્તકની સલાહ લેઈ કઈ પણ જાતની ભૂલથી બચવા પામે-એજ વિનંતિ. લી. આપને સદાને સેવક, વાડીલાલ મનસુખરામ પારેખ
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy