________________
-૧પ૩ખર્ચના ફાળામાં રકમ આપ્યા સિવાય કોઈ પણ શ્રાવક મફત લેતા નથી એટલું જ નહિં પરંતુ પિતાને ત્યાંથી જે વસ્તુઓ ભગવાનને અર્પણ કરવા લઈ જાય છે તે પણ આરોગ્યદાયક અને કીંમતી હોય છે. આ તેમના ધર્મ ઉપરની શ્રદ્ધાનું પરિણામ છે. વળી દેરાસરમાં પુજા કરવા જવામાં શ્રીમંતાઈ કે મોટાઈને દંભ ઓગળી જાય છે. અને દેવમંદિરમાં સઘળા શ્રાવક સરખા છે એ ભાવના કેળવાય છે. આખા પડવંજમાં નગરશેઠ જેશીંગભાઈ પ્રેમાભાઈને ત્યાંજ ઘરદેરાસર છે. તેઓ પણ ઘણા સમય બહારના દેરાસરમાં યજનપુજન માટે રાજીખુશીથી જતા હતા.
આ આઠ દેરાસર ઉપરાંત સાધુજને રહેવાના બે ઉપાશ્રયે સાધ્વીજી માટે જુદા બે ઉપાશ્રયે ૧ પિષધશાળા ૧ ભેજનશાળા ૧ અનાથાશ્રમ ૧ પુસ્તકશાળા ૧ જૈન પાઠશાળા આટલી સંસ્થાઓ તે જૈન સંપ્રદાયની છે. તે ઉપરાંત પાંજરાપોળ સાર્વજનિક દવાખાનું, સાર્વજનિક ધર્મશાળાઓ બે (મુસાફરખાના) તથા કેળવણીની સંસ્થાનાં મકાનોમાં અમુક હૈલ વિગેરે વિશા નીમા વાણિઆ તરફથી ચાલે છે. જૈન સંપ્રદાયી વિશા નીમા વાણિઓની નાતના પંચગ્રામમાં કપડવંજ સંતતિ, સંપત્તિ, સખાવતે ને ધાર્મિક સહિષ્ણુતા એ સદ્દગુણેમાં પહેલે નંબરે શેલે છે.
આ બધી સ્થિતિ ગૃહસ્થાશ્રમીની જણાવી તેવી જ ધાર્મિક સ્થિતિ ત્યાગી વર્ગની પણ છે. આખા કુટુંબનાં કુટુંબે દાદાની હયાતિમાં દાદાથી શરૂ કરી પુત્ર, પૌત્ર, દૌહિત્રિ-દોહિત્ર ઈત્યાદિ સહકુટુંબ અને સપરિવાર સઘળી વ્યક્તિએ વ્યવહારમાં વિપુલ રીતે સાધન સંપન્ન હોવા છતાં દક્ષાઓ લઈ પિતાને માટે આત્મકલ્યાણ સાધ્યું છે અને બીજા શ્રાવક શ્રાવિકાઓને સદુધી ધર્મમાર્ગે દેરાવ્યા છે. ત્યાગી સંસ્થામાં આટલી બધી આલ્હાદક સ્થિતિનું મૂળ સ્થાન હાલના મહાન આચાર્ય આગમેદ્ધારફ સાગરાનંદ સુરીશ્વરના પૂર્વાશ્રમી પિતા સદ્ગત ગાંધી મગનલાલ ભાઈચંદભાઈ છે. તેઓ તેમજ તેમનાં પત્નીએ પોતાના બે દીકરાએને પ્રથમ દીક્ષા અપાવી પિતાની સઘળી દેલત ધાર્મિક કેળવણીમાં ખર્ચવા કપડવંજ જૈન સંઘને સુપ્રત કરી. તે દોલતના વ્યવસ્થાપકોએ કાશી (બનારસ) માં જૈન પાઠશાળા સ્થાપનાર શ્રી વિજ્યધર્મ સુરીશ્વર તથા શ્રી હેમવિજ્ય સુરીશ્વરના સદુપદેશથી સંવત્ ૧૯૫૦ ના શ્રાવણ સુદ ૭ ને દિવસે જૈન પાઠશાળા સ્થાપી તે સમયે વિશા નીમા ગૃહસ્થ પાનાચંદભાઈ કુબેરદાસ એમણે તાત્કાલિક એક હજાર રૂ. સંધને આ જૈન પાઠશાળા ચલાવવામાં ખર્ચવા આપ્યા. આ શાળાથી તે સમયના બાળકથી માંડીને વૃદ્ધ પુરુષ સુધીના તમામ શ્રાવકે નિત્યકર્મ તેના અર્થ સાથે શીખ્યા. પુજાઓ-સ્તવને સજજા વિગેરેના તથા જીવવિચાર, નવતત્વ વિગેરે તત્વજ્ઞાનના ગ્રંથોના અર્થ સાથે બંધ પામ્યા. આથી જૈન સંપ્રદાયના તત્વજ્ઞાન તરફ અભિરૂચિ પેદા થઈ. જેથી ઘણુક ગૃહસ્થાશ્રમીએ