SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યભૂમિ કપડવંજ શ્રી નિમા વણિક જ્ઞાતિને ઇતિહાસ” એ નામના આ પુસ્તક વિશે મારે કંઈક પ્રાસ્તાવિક લખવું એવી સૂચના મુ. શ્રી. વાડીલાલ પારેખ તરફથી આવી ત્યારે મને નવાઈ લાગી. કારણ કે, ગાંધીયુગની આજની વિચારસરણી મુજબ આપણા સમાજનું ઘડતર થવું જોઈએ એવું માનનારે અને એ માન્યતાને યથાશકિત વર્તનમાં મૂકનારે હું રહ્યો. આથી જ્ઞાતિરૂપી વાડામાં પુરાઈ રહેવાની હિમાયત મારાથી કોઈ દિવસ થઈ શકે જ નહિ. આ સંજોગોમાં આ પુસ્તક વિશે કંઈક લખવાની સૂચના નમ્રતાપૂર્વક મારે નકારવી જોઈએ એવો વિચાર મને આવ્યું. પણ પ્રેમપૂર્વક કરેલી કોઈ પણ સારી સૂચના એકદમ નકારવાને માટે સ્વભાવ નથી એટલે આખું પુસ્તક જોઈ જવું અને તે બાદ મારે જે તે નિર્ણય કરે એમ વિચાર્યું. અને તેમ કરવામાં જે ભાઈની મારફત મને સૂચના મળી હતી તે મારા સ્નેહી શ્રી ચંદ્રકાન્ત પરીખે અનુમતિ આપી. આ આખું પુસ્તક હું જોઈ ગયો છું. એકંદરે જોતાં જ્ઞાતિના વાડાઓને આ પુરતક ઉત્તેજન નથી આપતું એની મને પ્રતીતિ થઈ છે. આખા પુસ્તકમાં ઠેરઠેર એવા ઉલ્લેખો મળી આવે છે જે, નાનાં પડી ગયેલાં જૂથને મેટાં થવા માટેની હિમાયત કરે છે. દૂર દૂર વસતી સમસ્ત શ્રી દશા અને વિશા નિમા વણિક,(વૈષ્ણવ અને જૈન) બધા એક થાય, અને રોટી-બેટી વ્યવહાર કરતા થઈ જાય એ વસ્તુ લેખકે ઈચછનીય ગણી છે (જુઓ ઇંદોર સંમેલનને ઠરાવ, પાનું ૯૬). વળી આ પુસ્તકમાં એકલા કપડવંજના જ્ઞાતિજનોને નહિ પણ સમસ્ત ભારતમાં વસતા જ્ઞાતિજનોને ઈતિહાસ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આગધ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદ સુરીશ્વર જેવી ત્યાગમૂર્તિના આશીર્વાદથી આ ઇતિહાસ માટે લેખક વિપુલ સામગ્રી મેળવી શક્યા છે, એ હકીકત અત્રે આનંદપૂર્વક નેધવી જોઈએ (પાનું ૭; છેલ્લે ફકરો). આ પુસ્તક તૈયાર કરવા અંગેની ઉપર બતાવી તે દૃષ્ટિ કદર કરવા યોગ્ય ગણાય. આ પુસ્તકનાં પાનાં જેમ જેમ ફેરવતા જઈએ છીએ તેમ તેમ એક વસ્તુ નજર સમક્ષ આવ્યા વિના રહેતી નથી કે, આ પુસ્તક તૈયાર કરવા માટે લેખકે ભારેશ્રમ ઉઠાવ્યો છે. સંશોધન કરવામાં તેઓ ઊંડા ઉતર્યા છે. પ્રાચીન લેખ, શિલાલેખ, જૂના ઇતિહાસ, પાલી-અર્ધમાગધી સાહિત્ય, ગેઝેટિયર, બીજી ભાષામાં લખાયેલું સાહિત્ય, આચાર્યો પાસેથી મેળવેલી માહિતી, વૃદ્ધ અને અનુભવી જનેની મુલાકાત લેઈ એકઠી કરેલી સામગ્રી–એમ જુદી જુદી રીતે લેખકે શ્રમપૂર્વક અને પ્રેમપૂર્વક વિગતો મેળવી આ પુસ્તકની રચના કરી છે, અને તે વિગતે ઉપરથી યથાશકિત, યથામતિ કેટલીક કલ્પનાઓ કરીને તારણ કાઢયાં છે. આ કામમાં કપડવંજનાં તથા બીજા ભાઈબહેનો તરફથી તેમને ઘણી મદદ મળી છે. પુસ્તકમાં તારવી બતાવેલાં બધાં જ વિધાને બરાબર છે કે કેમ એ તપાસવાનું કામ બાજુએ રાખીએ તો પણ લેખકની સંશોધનવૃત્તિની તારીફ કરવી જરૂરી ગણાય. આ પુસ્તક વાંચનાર સૌ જોઈ શકશે કે તે વિવિધ માહિતીથી ભરપૂર છે, તેમજ સમસ્ત ભારતમાં વસતી કોમની દૃષ્ટિએ અને સંશોધન કરીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે, તે તો હું ઉપર જણાવી ગયે. વળી લેખકે ભમતાપૂર્વક અને પ્રેમપૂર્વક આ પુસ્તક રચવાનો શ્રમ ઉઠાવ્યો છે, તે પણ આગળ જણાવી ગયે. તે ઉપરાંત આ પુસ્તકમાં, ભારતમાં સંસ્કૃતિ, ધર્મ અને જ્ઞાન-કલાના સંસ્કાર રડાવનાર જૈન ધર્મની વિગતો જોવા મળે છે; ગોત્રોનો ઈતિહાસ, ચાતુર્વણ્યની વિગતો, રાજા હરીશ્ચંદ્રને યજ્ઞ અને નીમા વણિકોને પ્રસંગ, શામળાજીનું મંદિર અને તેના ઇતિહાસની વિગતે,
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy