SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ —૧૨૯– હતાં. તેમને તથા તેમના ઉપદેશકે, આચાર્યાં, સાધુ, ખાવા, વિગેરેના આ સ્થાપન અને તેમનું યજન પુજન વીધિ વિગેરે યથાવીધિ કરે છે. એટલુ જ પણ પેાતાના અનુયાયીઓને પેાતાના ગૃહસ્થાશ્રમીનાં ગોત્ર, ગાત્રદેવી (કુલદેવી) તેની સ્થાપના, યજન પુજન વીધિ વિગેરે કરવામાં અવગણુના ખતાવતા નથી પરંતુ ગૃહસ્થાશ્રમી માટે તે વીધિને પરમ આવશ્યક ગણે છે. આ વીધિ નડ્ડી કરનાર, ગૃહસ્થાશ્રમીના ધર્મના દ્રોહ કરનાર ગણાય છે. હાલની કેળવણીની પદ્ધતિમાં ધાર્મિક તત્વના અભાવ હોવાથી જુની સંસ્કૃતિને, વિદ્યાતક કેળવણીથી ઘડાયેલા મગજવાળા કેટલાક યુવકો પાતાની આ બાજુની ફરજના જ્ઞાનના અભાવે અને કેટલાક પ્રૌઢ પુરૂષો પણ સગવડીઆ ધર્મ પાષવાની વૃત્તિવાળા અની પાતાનાં ગાત્ર, ગેાત્રદેવી (કુલદેવી) તેનાં યજન પુજન વીધિ વિગેરેના નિયમા તરફ જોઇએ તેટલી આદર વૃત્તિથી વર્તતા જણાતા નથી. આમાં તેમના કુલગુરુઓના દોષ પણ છે. તે આ ખાખતમાં પેાતાના યજમાના ને જ્ઞાન આપવામા બેદરકાર રહે છે જેના પરિણામે તેઓ યજમાન તરફથી જોઈએ તેટલા આદર પામી શકતા નથી. તેમની બેદરકારીનું એ પ્રાયશ્ચિત છે. યજમાન ભલે વૈષ્ણવ હોય કે જૈન હાય તેમને આ ગૃહસ્થ ધર્મનું રહસ્ય સમજાવવામાં આવે તે ત આવકારદાયક રીતે યજન પૂજનમાં ભાગ લે એ અનુભવ સિદ્ધ છે. યજ્ઞમાન શબ્દના અર્થ પૂજા કરનાર એવા થાય છે. પરંતુ પુજાકરાવનાર કુલગુરૂ પુજન વીષિનું તત્વજ્ઞાન સમજાવે નહી' અને પુજાકરનારની ખુશામત અને સગવડ સાચવનાર થાય તે તેનું પ્રાયાશ્ચિત જેટલું યજમાનને લાગે છે તેટલું ખલકે તે કરતાં પણ વધુ ફાળા પુજા કરાવનારને ભાગે જાય છે, આ બાબત પુજા કરનાર યમમાને અને પુજા કરાવનાર કુસુTM (ગાર) તેમણે એક બીજા ઉપર, પાત પેાતાની આ ધાર્મિક વિષયમાં પૂરેપૂરી ફ્રજ બજાવવા માટે અંકુશ રાખવા જોઇએ. આથી અદૃશ્ય શકિત આપણી કુળદેવીનું યથાશકિત યજન પૂજન કરી સ ંતોષ મેળવવાને હકદાર થઈએ છીએ. આ માટેજ આ વિષય ઉપર વધારે સ્પષ્ટિ કરણ કર્યુ છે. નીમા વાણિઆ જેમ ધાર્મિક સંપ્રદાયામાં વૈષ્ણવ અને જૈન એ રીતે એ ભાગમાં વહેંચાયલા છે. તેવી રીતે વ્યવહારિક પ્રથામાં દશા અને વિશા એવા એ ભાગમાં વહેંચાયલા છે, એ રીતે આખી નાત ચાર તકામાં વહેં’ચાઇ ગઇ છે, તે બધાનુ મૂળ સ્થાન એકજ છે. તે સ્થાન હાલ જયાં દેવગદાધરરાય શામળાજી)નું મંદિર છે. તેની પાસે પગ્રામ હતું, તે હતુ. અત્યારે તે નાશ પામેલું છે. હાલ ત્યાં જે વસ્તી છે તે ગામનું નામ દેવમ ંદિરના નામ ઉપરથી શામળાજી ચાલે છે. આ સ્થાન તે નીમા વાણિઆનું મૂળ સ્થાન, તેમના કુળદેવ તે કેવળવાષરરાય (શામળાજી) છે, તેમની
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy