________________
( ૭ ) દરખાસ્ત તે સમયે ગયેલ કાર્યવાહકેએ આગળ ઉપર વિચાર કરવાનું મુલતવી શંખી તેને બે મૂકી. તે વાતને ત્રણ ચાર વર્ષ થઈ ગયાં છે તે સમયમાં ગોધરા ઉપર આફત વરસાઈ છે. તેમાં લુગાવાડા સમસ્ત જ્ઞાતિ બંધુઓએ ધાર્મિક ભેદ ભાવ વેગળો મૂકી પિતાના જ્ઞાતિવાએ ની બનતી શક્તી તાત્કાલીક મદદ કરી સેવા કરી છે. તે સોના જાવામાં છે. જ્ઞાતિ સેવા એ કુદરતી પ્રેરણા છે. સર્વ જ્ઞાતિવાઓનું લેહી અમુક અંશે એક જ છે. જ્ઞાતિવાઓને દુઃખીને આફતમાં સપડાએ જોઈ બીજે સાધનસંપન્ન જ્ઞાતિ વાળ જોઈ જ રહે. તેનું જીગર ઉશ્કેરાઈ જ જાય અને એ દુખી અને આપત્તિવાનને પિતાનાથી બને તેટલી મદદ કરવા દોડી જાય, એ કુદરતી ભાવના છે. આવા વિચારોથી બને " ત્યાં સુધી જ્ઞાતિવ્યવહારમાં ભાગલા પડતા અટકવું જોઈએ કારણકે એ કુદરતી અને નૈતિક ગુન્હ છે. નીમા વણિક મહાજનની વસ્તી અખિલ હિંદમાં બહુ ઓછી છે. આવી ઓછી વસ્તી વાળી દાઉદી વેહેરા અને પારસી કોમના કુળદેવ-દેવી-કુળગેર–અને કુળાચાર તર નજર કરે. પારસીઓનું અસલ વતન ઈરાનદેશ. તે દેશમાં તેમનું રાજ્ય અને વસ્તી હતી. તે ઉપર ઈતરધર્મના ઝનુનીઓનાં ટેળાં આવ્યાં. તેમને રોકાયાં ત્યાં સુધી રેયાં. છેવટે લાચાર બની પિતાના કુળદેવ અગ્નિદેવ, તેમની ધાર્મિક વિધિ કરનાર માબે અને બીજા સામાન્ય ગૃહસ્થાશ્રમીએ પિતે વતનને છેલ્લી સલામ કરી હિંદ દેશ તરફ હીજરત કરી. અહીં પશ્ચિમ કિનારે વહાણમાં આવ્યા. અહીં નાના રજપૂત રાજય હતું. તેની પાસે કિનારે ઉતરવાની રજા માગી. ને વસવાટ કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી. રાજાએ (૧) હથિઆર ન વાપરવાં (૨) બૈરાંઓએ હિંદુબૈરાંને પોશાક પહેર વિગેરે શરત મુકી. તે બધી કબુલ કરી પરંતુ પિતાના કુલદેવ-દેવી કુળાચાર, ધર્મશાસ્ત્ર અને કુલગુરૂ એ માટે પુર્ણ સ્વતંત્રતા માગી લીધી ને તે રજપૂત રાજ્ય આપી ત્યારે વહાણમાંથી પિતાના કુળદેવ અને મેબેને માટે માનપુર્વક સ્થાન મેળવી બીજા બધા ગુડ કિનારે ઉતર્યા. અત્યારે એમના કુળદેવી શ્રી મહાઅગ્નિને સરવાડા ગામે મોટું ભવ્ય મંદિર (અગિઆરી) બંધાવી ત્યાં સ્થાપિત કર્યા છે. ત્યાં વિધિપૂર્વક સતત્ પુજા થયાં કરે છે. તે સ્થાનની પવિત્રતા માટે સખતું શિસ્ત પાલન છે. પારસીઓમાં અજબ પતિઓ, મહાન વિજ્ઞાનીઓ, મેટા રાજ્યાધિકારીઓ અને પશ્ચિમના સુધારા સ્વીકારવામાં સૌથી અગ્રેસર એવા જુદા જુદા વિચારના અને સાધનવાળા હોવા છતાં અગિઆરી (દેવસ્થાન) માં તે કુલગુરૂની સુચનાઓને તે આધીન જ હોય છે. બીલકુલ તંગીિતિની પારસી વ્યક્તિ અને ઉપર ગણવેલા પૈકીની કોઈ વ્યક્તિ ત્યાં દેવસ્થાનમાં તે સરખા જ હોય છે. ત્યાં તે નિરાનિમાની બની દેવ સેવા-કુટુંબસેવાને જ્ઞાતિવાને એક અદને સેવક બની જાય છે. એ વીધિની સતકારક વ્યવસ્થા થયા પછી જ પ્રાંતસેવા,