SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશી ઘણી અજ્ઞાન પ્રજાની ધર્મની ભૂખ અને તૃષા મટાડી. આ બંને મહાન આચાર્યો અને તેમના અનુયાયીઓ અને ચાતુર્વર્યના બ્રાહ્મણે આગેવાને અને તેમના અનુયાયીઓ વચ્ચે લગભગ પંદર વર્ષ સુધી એક સરખી સાઠમારી ચાલી. આ સમયમાં બ્રાહ્મણોએ પિતાના કુળના બાળકને આચાર વિચારમાં ચુસ્તપણે જાળવી રાખ્યા. જે કઈ ઉછખળ થઈ નિયમ બહાર જાય તે તેમને બહિષ્કૃત કરવામાં જરાપણ પાછીપાની કરી નહીં. જેથી પંદરસેં વર્ષે જ્યારે દેશની પ્રજા ધાર્મિક ઝઘડામાંથી નીકળી હિંદુ ધર્મમાં દાખલ થઈ, ત્યારે પિતાની સંસ્કૃતિની વિશુદ્ધિ અને લગ્ન સંબંધની પ્રણાલિકા સાચવી રાખી હતી તેની મદદના બળે નવાધર્મમાં પણ તેજ આગેવાન રહ્યા. અને બીજી પ્રજાએ “વળનામ ગ્રાહ્ય ગુજ” એ વાક્ય સિદ્ધ માન્યું. આ સમયે આપણુ નિયમા વૈશ્ય પણ બ્રાહ્મણની માફક પિતાની સંસ્કાર વિશુદ્ધિ, ગૃહસ્થાશ્રમના નિયમે, લગ્ન વિશુદ્ધિની પ્રાણલિકા સાચવી રાખેલી. આ પંદર વર્ષના ધર્મ પરિવર્તનના સમયમાં ભલે ગમે તે ધર્મના અનુયાયી થયા હોય પરંતુ ગૃહસ્થાશ્રમના આચાર વિચાર, કુળદેવ ને કુળદેવીનું યજન પુજન અને જન્મ મરણને પરણ સમયનું તે દેવ-દેવીઓનું આહાન વિગેરે વિધિસાચવી રાખ્યાં હતાં. તેમના કુલગુરૂ બ્રાહ્મણે તે પણ તેમની સાથમાં હતા. જે કઈ આ ઉછું ખેલ સમયમાં શિસ્ત પાલનમાં એટલે ગૃહસ્થાશ્રમના કુલધર્મોમાં શીથિલ માલમ પડે કે પિતે બળ કરે તેવાઓને તેઓ બહિષ્કાર કરવામાં ડગ્યા નથી. મુળમાં તેમની વસ્તી ટુંકી છતાં શિસ્ત પાલનને સારી રીતે સાચવ્યું હતું. તે માત્ર ગૃહસ્થાશ્રમના ધર્મમાંજ. બાકીના સોળ સંસ્કારના ધર્મમાં તેઓ ટકી શક્યા નહીં. એટલે જોઈ સંસ્કાર, એટણ સંસ્કાર એટલે ભજન વિધિ. મતલબકે વટાળ પ્રબંધમાં તે બીજાઓની સાથે ઘસડાયા. પ્રથમથી જ તેઓની સાથે બ્રાહ્મણોને ભેજન પ્રબંધ નહોતે. અને હવે તે હોય જ શી રીતે? તેથી તેમણે ભજન પ્રબંધ બીજી જાતે સાથે બાંધ્યો. માત્ર લગ્ન સંબંધમાં મકકમ રહ્યા. જેથી સંખ્યામાં ઓછો હોવા છતાં પિતાના જથાને એક એકમ તરિકે સાચવી શક્યા. ને બીજી તેમની હરેળની વાણિકની જ્ઞાતિ સાથે આગળ પડતે ભાગ લેઈ ! જો કેમ તરિકે શોભી રહ્યા છે. તેમના જથાની સંખ્યાઓછી હોવા છતાં પિતાના અસલ દ્વિજ સંસ્કારની જાગૃતિને લીધે પુનર્વિવાહ, શુદ્ર સાથે ભજન પ્રબંધ, વ્યસની અને મોજશેખની વસ્તુઓને ઉઘાડા છેઉપયોગ ઈત્યાદિ અસંયમી રીતરિવાજે પોતાના જથામાં પેસવા દીધા નથી. પિતાના ઔદુમ્બર કુળગુરૂઓને છોડયા નથી. તેમજ પિતાના પૂર્વજોના રક્ષણક્ત પુણ્ય શ્લેક હરિશ્ચંદ્ર રાજાને પણ ભુલ્યા નથી. આ, આખી નાતની જુની સંસ્કારવૃત્તિ અને કદરશનાશીનું પ્રતિબિંબ છે. જા જા મુચતિ જાવાળા
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy