________________
દેવકીનંદ સાર્થવાહે ખલેલ ભેદ ને ગપાળકુમારનાં લગ્ન દીધું છે. મગધની પ્રજાએ રાજ્યગાદીને અધિકાર અન્ય કુમારને સુપ્રત કરવાને ખુલ્લો વિરોધ દર્શાવી આપની ચારે દિશાએ શોધ ચલાવી છે. આપની હાજરીની ત્યાં પળે પળે રાહ જોવાય છે, છતાં તે બિંબિસાર ! આજ બબ્બે વર્ષોથી તમારા જે મગધને ભાવી નરેશ આ પ્રમાણે એક વણિકને ત્યાં સાધારણ રીતે દુકાનદારીમાં મજૂરી કરી નિર્વાહ કરે તે જે ખરેખર આ મારી વૃદ્ધ ચક્ષુઓ પણ અશ્રુભીની થાય છે.” આટલું કહેતાં જ વૃદ્ધ દેવકીનંદ સાર્થવાહ ગેપાળને પોતાની બાથમાં લઈ વહેતા અશ્રુપ્રવાહે પ્રેમથી ભેટી પડ્યો.
જવાબમાં રાજ્યપુત્રે જણાવ્યું કે “પૂજ્ય કાકાશ્રી, જેવા વિધિના લેખ” એટલે જ ટૂંકે ને સંતોષકારક જવાબ આપી મગધ યુવરાજ મૈન બેઠો. સાર્થવાહે તુરત જ બિંબિસાર કુમારને મગધ મોકલવા ઇંદ્રદત્ત શેઠને વિનંતિ કરી. આ સમયે બિંબિસાર કુમારે વીરતાપૂર્વક જણાવ્યું કે “પૂજ્ય કાકાશ્રી ! આપ જઈ મગધની પ્રજા અને પૂજ્ય પિતાશ્રીને કહો કે “તમારે બિંબિસાર તમને સંતોષકારક રીતે રાજીખુશીથી જણાવે છે કે તમારે મારા લઘુજાતા(તિલકાને પુત્રીને રાજ્યગાદી સુપ્રત કરી, મારી અપરમાતાની જિજ્ઞાસાને તૃપ્ત કરવી. તેમાં જ ગેરવતા અને રાજ્યની શક્તિ છે.”
બિંબિસારનો આ જવાબ સાંભળી દેવકીનંદ સાર્થવાહે અનેક રીતની સમજણ આપી, છતાં ટેકીલા કુમારે કોઈપણ રીતે મગધ જવાની સાફ ના પાડી. એટલે દેવકીન નિરુપાયે મગધ તરફ પ્રયાણ કર્યું. તે જ સમયે મહારાજાશ્રીને ઇંદ્રદત્ત શેઠે ગપાળકુમાર સાથે પિતાની પુત્રી સુનંદાના લગ્નને વિચાર દર્શાવ્યું, જેને આનાકાની બાદ છેવટે સાની હાજરીમાં સ્વીકાર થયો. આ ઇંદ્રદત્ત શેઠ ચુસ્ત જૈનધમી હતા, અને તેમની પુત્રી સુનંદા પણ સુંદર સંસ્કારી અને ધર્માત્મા હતી.
મહારાજાશ્રી ને દેવકીનંદ સાર્થવાહે ખાનગીમાં મસલત કરી, આ લગ્નની સંમતિ એટલા માટે આપી કે વખતે બિંબિસાર કુમાર વધુ સાહસ કરી અહિંથી અન્ય સ્થળે જાય નહી.
ત્યારબાદ ટૂંક સમયમાં રાજ્યના સંપૂર્ણ સહકારથી ગોપાળકુમારનાં લગ્ન અતિ ધામધુમથી થયાં.
મહારાજાશ્રીએ મગધના પાટવીકુમાર અર્થે એક રાજમહેલ કાઢી આપી તેની તહેનાતમાં યોગ્ય રીતને સેવવને બંબસ્ત કરી એક રાજ્યકુમારને લાયક દરેક જાતની સગવડ કરી આપી.
भाग्यं फलति सर्वत्र, न च विद्या न च पौरुषं ।