________________
૩૮
સમ્રાટ્ સંપ્રતિ જ્યારે મહારાજા અશ્વસેનના સ્વર્ગવાસથી ઈવાકુ વંશને વિધ્વંસ થયે તે કાળે અવંતીના પ્રદેશ ઉપર વિતીદેત્રીઓની સત્તા હતી. તેઓએ પિતાને મૂળપ્રદેશ જે ગુમાવ્યું હતું તે પ્રદેશ ઉપર એટલે બનારસ અને કાશી ઉપર વિતીદેત્રીઓએ પિતાના પુત્ર શિશુનાગને બેસાડ્યો. એટલે શિશુનાગ રાજા કાશીપતિ થયે અને તેણે શિશુનાગ વંશની સ્થાપના કરી કાશી પ્રદેશ પર પિતાને અમલ ચાલુ કર્યો. આ ઘટનાને વાયુપુરાણ, મત્સ્યપુરાણ વિગેરે પુરા પણ પુષ્ટિકારક અભિપ્રાય આપે છે.
કેટલાએક કારણે સર રાજા શિશુનાગને આ કાળે મગધની રાજ્યધાની ગિરિબજ જવું પડયું હતું, જેને પરિણામે પિતાની ગેરહાજરીમાં કાશીપતિ તરીકે પોતાના પુત્રને તે રાજ્યગાદી ઉપર બેસાડતે ગયે. એટલે શિશુનાગ વંશી ક્ષત્રિય રાજાઓ આ રીતે કાશીપતિ બન્યા. વળી તેને હક મગધની રાજગાદી ઉપર સ્વીકારાયેલ હોવાથી મગધ અને કાશીના પ્રદેશ શિશુનાગવંશીય રાજાઓની સત્તા નીચે આવ્યા.
આ શિશુનાગ વંશના રાજાઓ શ્રમજીવી ક્ષત્રિયે હતા, જેઓનું મુખ્ય સંસ્થાન મગધ અને વિદેહ મુખ્યત્વે કરી ગણાતાં, પરંતુ તેઓ અલગ અલગ રાજ્યકારણેને અંગે જુદા જુદા પ્રાંતમાં છેક પશ્ચિમ તરફના સિંધપ્રદેશ સુધી જઈ વસ્યા હતા.
આ સમયે અશ્વસેન રાજાની રાજ્યગાદી પર રાજ્યકુટુંબી, સગેત્રી તરીકે કેશલપતિને પૂરતે હક પહોંચતું હતું, છતાં કેશલવંશી રાજાના રાજ્યહક્કને ખુંચવી શિશુનાગે રાજ્યગાદી પચાવી પાડવાનાં કારણે કેશલપતિ અને કાશીપતિ વચ્ચે હંમેશાં “બિયાં બારમું રહેતું. કેશલપતિઓ અવારનવાર મગધ અને કાશી પ્રદેશ ઉપર ચઢી. આવતા, જેના અંગે કાશીમાન્ત થોડા કાળ સુધી કેશલપતિના હાથમાં જઈ ચઢ્યો હતે. આ પ્રમાણે મગધ અને કેશલપતિ વચ્ચે કાશપ્રાન્તને અંગે વારંવાર યુધ્ધ થયાં હતાં, પરંતુ જ્યારે મગધની ગાદીએ રાજા શ્રેણિક આવ્યું ત્યારે કેશલપતિની કુંવરી સાથે મહારાજા શ્રેણિકનો લગ્નસંબંધ જોડાતાં આ ઐતિહાસિક ઝઘડાને અંત આવ્યું હતું, અને બને દેશના ભૂપતિઓએ બસ વર્ષના ઝઘડાને ભૂમિદાહ કરી છઠ્ઠી સદીમાં સુખે અને આનંદથી રાજ્ય કરવા લાગ્યા હતા. બાદ રાજા કેણિકના રાજ્યઅમલ સમયે ચિણગારી ઊડવા પામી હતી અને ચકમક ઝરી હતી, પરંતુ તેથી કંઈ મહત્વતાભર્યો ફેરફાર થયે ન હતે.
ઉપર દર્શાવ્યા પ્રમાણે શિશુનાગ વંશ મગધની રાજ્યગાદી ઉપર ચાલુ થયે, જેમાં પ્રભુ મહાવીરના સમકાલીન રાજા તરીકે મહારાજા શ્રેણિક રાજ્યગાદીએ વિરાજતા હતા. તેમની પૂર્વે લગભગ ૨૨૫ વર્ષ સુધીના અમલમાં પાંચ રાજાઓ થયા હતા, જેઓનાં નામ નીચે મુજબ છે –