________________
પ્રકરણ ૭ મું.
ગંગા ને વેદની ઉત્પત્તિ, યજ્ઞયાગનો સમય
શ્રી યુગાદિ તીર્થકર રૂષભદેવે યુગલિક ધર્મનું નિવારણ કરી વ્યવહારમાર્ગ પ્રવર્તાવ્યો. તેઓ ભરતક્ષેત્રમાં પ્રથમ રાજા થયા, એટલું જ નહિ પણ આદ્ય ધર્મપ્રવર્તક ને મોક્ષગામી તીર્થકર થયા. તેમના પુત્ર ભરત આ અવસર્પિણીમાં પ્રથમ ચક્રવતી થયા. પ્રથમ તીર્થકર મોક્ષે ગયા પછી ત્રણ વર્ષ અને સાડાઆઠ માસ બાદ ચેાથો આરો બેઠો. એ ચોથા આરાનું પ્રમાણ એક કડાકોડી સાગરોપમથી ૪૨૦૦૦ વર્ષ ન્યૂન હતું. ભરત ચક્રવતી ચેથા આરાની શરૂઆતમાં થયા છે. શ્રી રૂષભદેવ ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્તમાં મોક્ષમાર્ગ શરૂ થયે. ત્યાંસુધી યુગલિક માટે દેવગતિ હતી. શ્રી ઋષભદેવની અસંખ્યાતી પાટપરંપરા સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો.
રાષ્ટ્રધર્મ અથવા તે રાજ્યધર્મની જેને આપણે ઉપમા આપીએ છીએ તે સર્વ ધર્મ વ્યવહાર શ્રી રૂષભદેવ ભગવાને કહેલ અથવા બતાવેલ.
પ્રભુ રૂષભદેવના આ કાળમાં ઉગ્ર તપશ્ચર્યા અને જૈનધર્મના રહસ્યને અજ્ઞાનતાના કારણે ન સમજનારા તાપસ વનફળ ખાઈ રહેનારા હતા, છતાં તેઓ રૂષભદેવને પૂજનારા અને તેમનું ધ્યાન ધરનારા હતા.
ચેથા આરાના અંતિમ કાળમાં થયેલ વીશમાં તીર્થંકર પ્રભુ મહાવીર કે જેઓના સત્તાવીશ પૂર્વભવેનું સમકિતધારી તરીકેનું વર્ણન જ્ઞાનના બળે સર્વજ્ઞોએ બતાવ્યું છે તે પ્રભુ મહાવીરને જીવ તેના ત્રીજા ભવે, એટલે પ્રભુ મહાવીરના જન્મકાળથી પ્રારંભી ચોવીશમા પૂર્વભવે પ્રભુ રૂષભદેવના શાસનકાળમાં તેમના પુત્ર ભરત ચક્રવતીને ત્યાં પુત્રરૂપે