SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રા સંપ્રતિ ચણી ૧૮૬૦ શ્લોકની, કુલ લકસંખ્યા ૧૮૦૦૬. આ સૂત્રની તાડપત્રીય સૂચના સંબંધમાં કઈ પણ ઠેકાણે ટીકાને ઉલેખ નથી. ૬. ચંદપન્નતિસવ–આ સૂત્રમાં ચંદ્રની ગતિ તથા ગ્રહ, નક્ષત્રો વિગેરેનું વર્ણન છે. આ સૂત્ર જ્ઞાતાસૂત્ર સાથે સંબંધ ધરાવે છે. મૂળ લેક ૨૨૦૦. શ્રી મલયગિરિજીની ટીકા ૯૪૧૧ મલેકની, લઘુવૃત્તિ ૧૦૦૦ લેકની. કુલ સંખ્યા ૧૨૬૧૧ ૭. સૂર્યપન્નતિ સૂત્ર—(આ સૂત્રને તાડપત્રીય સૂચીમાં ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂર્યપતિની મૂળવૃત્તિ તરીકે જણાવેલ છે. મૂળ લેક ૪૪૦૦, વૃત્તિ ૯૦૦૦, કુલ સંખ્યા ૧૩૪૦૦કની છે.) આ સૂત્ર જ્ઞાતાસૂત્ર સાથે સંબંધ ધરાવે છે. મૂળ લેક ૨૨૦૦, શ્રી મલયગિરિજીની ટકા લેક ૯૦૦૦, ચણી લેક ૧૦૦૦, કુલ સંખ્યા ૧૨૨૦૦ લેકની. ૮. કમ્પિયા સૂત્ર—દસ રાજકુમારે પિતાના ઓરમાન ભાઈ રાજા કેણિક સાથે મળી પિતાના દાદા ચેટક (ચેડા) સામે યુદ્ધમાં ઊતર્યા તે દસ રાજકુમારે યુદ્ધમાં માયી જઈ નર્કગતિને પામ્યા છે જેનું આમાં વર્ણન છે. ૯. કલ્પવડંસિયા સૂત્ર–આ સૂત્રમાં મગધ સમ્રાટ શ્રેણિક કે જેઓ પ્રભુ મહાવીરના સમકાળે થયા, તેઓએ રાજીખુશીથી પોતાના રાજકુમારોને પ્રભુ મહાવીરના દીક્ષિત સાધુ બનાવી તાર્યા અને તેઓ જુદા જુદા સ્વર્ગોમાં ગયા તેનું ૧૨ અધ્યયનમાં વર્ણન છે. ૧૦. પુષ્કિયા સૂત્ર—આ સૂત્રમાં સ્વર્ગીય દેવતાઓએ સ્વર્ગથી પિતાના વિમાન દ્વારા આવી પ્રભુ મહાવીરની પૂજા વિવિધ પ્રકારે કરી તેમના પૂર્વજન્મનાં વૃત્તાંત ૧૦ અધ્યયનમાં છે. ૧૧. પુફલીયા સૂત્ર—આ સૂત્રમાં ઉપલા સૂત્રમાં જણાવ્યા પ્રમાણે દેવતાઓના પૂર્વ જન્મના અધિકાર સાથે સંબંધ ધરાવતી કથાઓ આ ગ્રંથના ૧૦ અધ્યયનમાં છે. ૧૨. વહિદશા સૂવ-ઈ. સ. પૂર્વે પર૭ ના ગાળામાં પ્રભુ મહાવીર નિર્વાણપદ પામ્યા. તેથી પણ ૨૫૦ વર્ષ પૂર્વે ૨૩ મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ થયા, ત્યારપૂર્વે ૮૩૭૫૦ વર્ષના ગાળામાં શ્રી નેમિનાથજી નામે બાવીસમા તીર્થંકર થયા હતા. તેના સમયમાં સનાતન યુગ પૂર ઉદયમાં હતું. તે સમયે યદુવંશી રાજાઓની રાજ્યગાદી પ્રાચીન નગર અધ્યાપુરીમાં હતી. તે યદુવંશી રાજાઓને પ્રતિબધી જેન બનાવ્યા, તેને લગતું સવિસ્તર વર્ણન ૧૦ અધ્યયનમાં છે. ઉપર પ્રમાણે પાંચે ઉપગેને સમુદિત નામે એક ગ્રંથ “નિરયાવલી” નામે પ્રસિદ્ધ છે, જેનું અધ્યયન બાવન વિભાગમાં છે. આ ગ્રંથ ઉપાસકદશાંગાદિ પાંચ અંગ ગ્રંથ સાથે સંબંધ ધરાવે છે. આ પાંચે વિભાગોની કુલ *ોકસંખ્યા ૧૧૦૯ ની છે. આ પાંચે ઉપર શ્રીચંદ્રસૂરિજીએ ૭૦૦ લેકમાં વૃત્તિ બનાવી છે. કુલ ફૅકસંખ્યા ૧૮૦૯ની છે. ૧૨ ઉપગેની કસંખ્યા મૂળ ૨૫૪૨૦, ટીકા ૬૭૯૩૬, લઘુટીકા ૬૮૨૮, ચૂર્ણ ૩૩૦૭, કુલકસંખ્યા ૧૦૩૫૪૪ છે. (તાડપત્રીય સૂચીમાં બાર ઉપાંગેની સર્વશ્લેકસંખ્યા કેવળ ૯૦૦૧૩ની લખી છે.)
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy