________________
સમ્રાટ્ સંપ્રતિ
યક્ષપતિ મેરે અક્ષય એવાં વસ્ત્ર, ને પછ્ય અને ધન-ધાન્યાથી ભરપૂર દરેક ઘરના ભંડારા ભરી તે નગરીમાં હીરા, ઇંદ્રનીલ મણિ અને વૈડુ મણુિથી અલંકૃત ઊંચી હવેલીએ બનાવી તે નગરીની લીલા વિસ્તારી. નગરીના કિલ્લા ઉપર માણેક કાંગરાની શ્રેણી મનાવી ઘરાનાં આંગણામાં માંગલિક એવા મેાતીના સાથિયા પૂર્યા જેમાંથી ખાલિકા પાછળથી પાચીકાની રમત રમતી હતી. આ પ્રમાણે સુંદર વૈભવશાળી નગરી બનાવી યુગલિયાઓને રહેવાની સુંદર સગવડતા કુબેર ભંડારીએ કરી આપી.
રાજ્યાભિષેક બાદ રૂષભદેવે પુરુષની અહાંતેર કળા અને સ્રીએની ચાસઠ કળાનુ શિક્ષણ યુગલિયાને આપ્યું. સાથે કાચું અનાજ કેવી રીતે પકવવું તેના પ્રથમ શિક્ષક રૂષભદેવ પાતે અન્યા. આ સમયે કાચુ' અનાજ કેવી રીતે પકવવું તેની માહિતી યુગલિયાઓને ન હતી. તેમણે રૂષભદેવજીને પૂછ્યું કે− હૈ સ્વામિન્! અમારે અનાજ કઈ રીતે પકવવું' તે સમજાવેા.' ત્યારે પાતાના જ્ઞાનમળે રૂષભદેવજીએ એક માટીના પીંડ મગાવી, હાથીના કુંભસ્થળ પર ગોઠવી તેનુ વાસણ બનાવ્યું, અને તે સુકાતાં તેમાં અનાજ પકવી ખાતાં શીખવ્યુ. ખાદ કુંભારાને વાસણ અનાવવાની પ્રથમ કળા તેમણે ચક્ર પર કરી ખતાવી, જેથી તે માગે યુગલિયાના એક ભાગ ઉદ્યમે લાગ્યા. તેઓ તે સમયથી કુંભારાણા ( કુંભારા ) તરીકે પ્રસિદ્ધિને પામ્યા જેમને હજી સુધી પ્રથમ કળાકાર તરીકેનું બહુમાન લગ્ન અને ધાર્મિક ક્રિયાઓ પ્રસંગે પણ આપવામાં આવે છે અને શુભ પ્રસંગે હાંશથી મહેના માટીની ચારી ( માટલાંઓ ) વિધિપૂર્વક તેમની પાસેથી લઇ તેમને કુંભારાણા તરીકે સહુની સાથે શીખ આપે છે,
ખાદ્ય વસ્ત્રાલંકાર કેવી રીતે બનાવવાં તેની સમજ આપી, શાળા બનાવી વસ ગુંથવાનાં કાર્યની શરૂઆત કરી આપી. સાથે સાથે જે બહાંતર કળાએ વહેવારમાં ઉપયોગી થઇ પડે છે તેનુ શિક્ષણ પોતાના જ્ઞાનમળે આપી વિશ્વને સુંદર સ્થિતિમય બનાવવામાં સૂત્રધાર એવા રૂષભદેવ પ્રભુએ દસ લાખ પૂર્વ સુધી ઉત્તમ રીતે રાજ્ય ભાગવી રાજ્યસમુદાયના ચાર ભેદની રચના કરી, જેમાં ઉગ્ર દંડના અધિકારી એવા અંગરક્ષક પુરુષાને ઉગ્ર કુલવાળા બનાવ્યા, મંત્રી વિગેરે રાજ્યાધિકારીએ માટે પ્રભુની સમાન વયનાં મિત્રાને રાજન્ય કુળવાળા બનાવ્યા, અને માકીના અવશેષ રહેલા પુરુષાને ક્ષત્રિય બનાવ્યા. એવી રીતે વહેવાર નીતિની નવીન સ્થિતિ રચી રાજ્યલક્ષ્મી ને વૈભવ રૂષભદેવ ભાગવા લાગ્યા. દ'ડનાયકા લેાકેાને તેઓના અપરાધ પ્રમાણે સજા કરવા લાગ્યા જેથી ગુન્હાઓ આછા થવા લાગ્યા અને પાછી રાજ્યવ્યવસ્થા સુંદર રીતે જળવાઇ રહી. ક્ષેત્ર, ઉદ્યાન અને ઘરાની મર્યાદાનું રક્ષણ થયું અને પ્રભુને ન્યાયધર્મ ચારે દિશાયે વખણાયા. આ સમયે વર્ષારૂતુ સુંદર રીતે અમીવૃષ્ટિ કરવા લાગી જેથી ભરતક્ષેત્ર ગાકુળની જેમ પશુધનથી સુંદર રીતે ભરપૂર થયું. આ રીતે ભરતક્ષેત્ર વિદેહક્ષેત્રની જેમ સ્વગીય ભૂમિ થઈ પડી. રૂષભદેવે રાજ્યાભિષેક પછી તરતમાં જ જ્ઞાનમળે પૃથ્વીના ઉદ્ધાર કરી, તેનુ સુંદર રીતે પાલન કરી પ્રથમ ઇંન્નુવંશી કુળની ભરતખંડ ઉપર સ્થાપના કરી.