________________
૩૩૬
સમ્રાટ્ સંપ્રતિ જીવનકાળ દરમ્યાનમાં થએલ ગૅતમ બુદ્ધ કે જેઓ દ્ધ ધર્મના સ્થાપક હતા તેમના માંસાહારી સિદ્ધાંતને અંગે ભારતે તેને લેશમાત્ર સાથ ન આપે પરંતુ આ ધર્મ માંસાહારી સિદ્ધાંતેને અંગે તિબેટ, બોટાન અને ચીન તરફ પ્રસર્યો હતો. તે પ્રદેશની પ્રજા બહુધા દરિયાકિનારે વસેલી હોવાથી માંસાહારી હતી. તે લેકેએ ગૌતમ બુદ્ધના સિદ્ધાંતે સ્વીકાર્યા અને તેના બે ધર્મ આ પ્રદેશમાં પ્રસર્યો. ૨,૫૦૦ વર્ષમાં તેને અનુયાયીઓની સંખ્યા આજે જગતભરના ધર્મોમાં પ્રથમ પંક્તિમાં આવે છે, જ્યારે
અહિંસા પરમો ધર્મ ના શ્રેષ્ઠ કોટીના તત્વવાળા જૈન ધર્મનું સ્થાન છેલ્લું આવે છે. આ પ્રભાવ ભસ્મગ્રહને જ ગણી શકાય.'
વીરનિર્વાણ ૨,૫૦૦ માં આ ભસ્મગ્રહ વક્ર ગતિ સાથે અસ્ત પામે છે. ત્યારપછી પ્રભુ મહાવીરની ભવિષ્યવાણી પ્રમાણે જેન ધર્મમાં અક્યતા થશે, કુસંપનો નાશ થશે અને આ એક્યતાના બળે ધર્મપ્રભાવ સુંદર જામતો થશે અને જૈન ધર્મ પાંચમા આરાના અંતિમ કાળ સુધી ટકી રહેશે.
કયા ધર્મના કેટલા અનુયાયીઓ છે તે નીચેના આંકડાઓથી જણાઈ આવશે. ૧ બૈદ્ધમતાનુયાયીઓ -
૫૮ કરોડ. ૨ રેમન કેથોલિક યુરોપિયને
૩૯ કરોડ. ૩ રોમન કેથલિક ગ્રીક ... ...
૧ કરોડ. ૪ એનીમીસ્ટ
૧૫ કરોડ, ૩૨ લાખ. ૫ સનાતની હિંદુઓ (વેદાન્તને માનનાર)...
૨૭ કરોડ. ૬ ભિન્ન ભિન્ન માર્ગે મૂર્તિઓને માનનાર ...
૦ કરોડ, ર૭ લાખ. ૭ જેનોની સંખ્યા
૦ કરોડ, ૧૦ લાખ. આ દશ લાખની સંખ્યા પછી લગભગ ૪ લાખ સ્થાનકવાસી છે એટલે મૂર્તિપૂજાને માનનારી સાચી પ્રમાણભૂત સંખ્યા માત્ર ૬ લાખની જ ગણાય અને તેમાં પણ દિગંબર અને શ્વેતાંબર એમ બે વિભાગ છે.
શ્રી જ્ઞાનસુંદરજીના “મૂર્તિ પૂના બાવીન તિહાસ” નામના ગ્રંથના આધારે ઉપરોક્ત પુરાવાઓ અમે રજૂ કર્યા છે કે જે અમને પ્રમાણભૂત લાગે છે.
પ્રાચીન ઇતિહાસના ઊંડાણમાં ઉતરતાં તથા નેપાળ પ્રદેશની વર્તમાન ધાર્મિક ક્રિયાઓ તરફ દષ્ટિપાત કરતાં વર્તમાનમાં પણ જૈન ધર્મની ક્રિયાને મળતી ક્રિયા અને ભક્તિ નેપાળના પ્રદેશની જણાય છે. આ ઉપરથી પણ સમજવા મળે છે કે આ બધોયે પ્રભાવ સમ્રાટુ સંપ્રતિનાં ધર્મપ્રચારને જ છે.