________________
પરિચય
રજમિશ્રિત સુવણને શુદ્ધ કરી અલંકાર બનાવવામાં આવે તો તે સુંદર શોભાને ધારણ કરે છે તેમ વેરવિખેર થયેલ ઈતિહાસ-પાંખડીઓને સંગ્રહિત કરી તેને કાળગણના પ્રમાણે ગુંથવામાં આવે તો તે અતિ ઉપયોગી થઈ પડે છે. શિશુનાગવંશી મહારાજા બિંબિસાર( શ્રેણિક )થી પ્રારંભી પરમહંત કુમારપાળ સુધીને આપણે જાહેરજલાલીભર્યો ઇતિહાસ શુંખલાબદ્ધ નથી. આ ત્રુટીને દૂર કરવા માટે મેં પ્રયત્ન કર્યો છે અને મારા પ્રયત્નના પરિણામસ્વરૂપ યુગાદિનાથ શ્રી ઋષભદેવથી માંડીને વી. નિ. ૬૦૫ એટલે કે શાલિવાહન શક સુધીનું સંક્ષિપ્ત ઇતિહાસ રજૂ કરવા ભાગ્યશાળી બન્યો છું.
પ્રાથમિક વિચાર તે સમ્રાટ્ર સંપ્રતિના જીવનને લગતે ઇતિહાસ રજૂ કરવાનો હતો પણ જેમ જેમ તે માટેના અન્વેષણમાં ઊતરતો ગયો તેમ તેમ વિશેષ સામગ્રી ઉપલબ્ધ થતી ગઈ. પ્રથમ તે આખા મૌર્ય વંશને ઇતિહાસ તૈયાર કર્યો પણ નંદ વંશના વર્ણન વિના તે અપૂર્ણ જણાય. એટલે બીજું કાર્ય નંદવંશની વંશાવળી સંબંધી હાથ ધરતાં શિશુનાગ વંશનો ઈતિહાસ પણ આલેખવાની જરૂરિયાત ઊભી થઈ અને એમ એક એક પગથિયું આગળ વધતાં છેવટે યુગાદિનાથ શ્રી ઋષભદેવના જીવન સુધી પહોંચવું પડ્યું અને એ રીતે પાકે પાયે થતાં તેના પર આ ઇતિહાસરૂપી ઈમારત ઊભી કરવામાં આવી. કેટલાક ઈતિહાસ ઇરાદાપૂર્વક અતિ સંક્ષેપમાં લેવો પડયો છે, કારણ કે તે સંબંધે વિસ્તૃત વર્ણન કરતાં તેને માટે એક અલગ ગ્રંથ જ નિર્માણ કરે જોઈએ અને તે જ તેને પૂરતો ન્યાય આપી શકાય. વાચકવર્ગની સરલતાની ખાતર આ પુસ્તકને આઠ વિભાગમાં વહેંચી નાખવામાં આવ્યું છે. વિભાગવાર ટૂંકી સમજ નીચે પ્રમાણે છે.
પહેલો વિભાગ-૮ પ્રકરણ ૭ ) યુગાદિનાથ શ્રી ઋષભદેવ પૂર્વેની સ્થિતિ, શ્રી ઋષભદેવનો સંક્ષિપ્ત હેવાલ, પીસ્તાળીશ આગમોના નામ અને તેની ટૂંકી સમજ, કસંખ્યા વિગેરે, ત્રેસઠ શલાકા પુરુષનાં નામે વિગેરેને લગતું વર્ણન કરવામાં આવ્યું છે.
બીજે વિભાગ–(પ્રકરણ ૨૩) શિશુનાગવંશી બિંબિસાર (મહારાજા શ્રેણિક), અજાતશત્રુ (કાણિક), તથા ઉદયાશ્વના જીવન-પ્રસંગો, અભયકુમારની કુશળતાના પ્રસંગો, ચરમતીર્થપતિ ભગવાન મહાવીર તથા ગૌતમ બુદ્ધની સંક્ષિપ્ત જીવનપ્રભા, બૌદ્ધ ધર્મની ઉત્પત્તિનું રહસ્ય, જૈન અને બૌદ્ધ ધર્મ વચ્ચેનું સામ્ય, પાટલિપુત્રની ઉત્પત્તિ વગેરે વિગેરે વિષયો ચર્ચવામાં આવ્યા છે.
ત્રીજે વિભાગ- પ્રકરણ ૧૮ ) નંદવંશી રાજાઓનું ટૂંકું ખ્યાન, નંદવંશના રાજ્યોમલને ૧૦૦ નહિ પરંતુ ૧૫૦ વર્ષની સાબિતી, મગધને ભયંકર દુકાળ તથા ભદ્રબાહુસ્વામીને પરિચય,