________________
ચાણકયની જીવનપ્રભા
૧૮૫
વિદ્યાભ્યાસ કરવાને મૂક્યો. તે વિદ્યાપીઠ તે સમયે સમસ્ત ભારતની આદર્શ સંસ્થા ગણાતી હતી. આ વિદ્યાપીઠમાં લગભગ પંદર વર્ષ સુધી અખંડ બ્રહ્મચારી તરીકે રહી આ બ્રહ્મપુત્ર વિનુદત ઊર્ફે ચાણયે એવી સુંદર વિદ્યા પ્રાપ્તિ કરી કે જેના વેગે ભવિષ્યમાં તે ભારતવર્ષને મહાન ધુરંધર નીતિવેત્તા અને અજોડ અર્થશાસ્ત્રી તરીકે અમર કીર્તિને પાત્ર બન્યું.
| વિવિધ તકલપના કર્તા શ્રી જિનપ્રભસૂરીશ્વરજી “શ્રી પાટલિપુત્રકલ્પ” નામના કલ્પમાં જણાવે છે કે: “ભરત, વાત્સાયન અને ચાણક્ય, એ ત્રણ રત્ન, મગધની ગાદી સાથે સંબંધ ધરાવનારા થયા છે. તેઓ મંત્ર, તંત્ર ને યંત્રવિદ્યામાં તેમજ ધાતુવાદ, રસવાદ, નિધિવાદ, અંજન, ગુટિકા, પાદપ્રલેપ, રત્નપરીક્ષા, વાસ્તુવિદ્યા, પુરુષ, સ્ત્રી, હાથી, ઘોડા અને બળદ વિગેરેના લક્ષણેના જાણકાર, ઇંદ્રજાળ વિગેરેના જ્ઞાતા અને ગ્રંથો તેમજ કાવ્યમાં અત્યંત પ્રવીણ હતા. આ સર્વે સવારમાં નામસ્મરણ કરવા લાયક છે.” આ હકીક્તને લગતા મૂળપાઠ નીચે પ્રમાણે છે –
भरत-वात्सायन-चाणाक्यलक्षणे रत्नत्रये मंत्र-यंत्र-तंत्र-विद्यासु रसवाद-धातुનિધિવાવાઝન-દિવ-ક-રત્નપરીક્ષા-વાસ્તુવિદ્યા-જું-ત્રી–ાષાશ્વ-ગુપમાહિलक्षणेन्द्रजालादिग्रंथेषु काव्येषु च नैपुणचणास्ते ते पुरुषा प्रत्यूषुः प्रत्यूषकीर्तनीयनामधेयाः॥
આ ઉપરથી સમજી શકાય છે કે વિક્રમ સંવત ૧૩૮૯ માં રચાયેલ ઉપરોક્ત ગ્રંથમાં શ્રી જિનપ્રભસૂરિ જેવા આચાર્ય જ્યારે ચાણકયની મુક્તકઠે પ્રશંસા કરે છે ત્યારે વીસમી સદીના ઇતિહાસ અને સાહિત્યકારોએ તેમની કેટલી કીંમત આંકવી તે પોતે જ સ્વયં વિચારી લે.
પંડિત ચાણક્યનાં પિતાએ પોતાના વિદ્વાન પુત્રના ઊંચ કુલીન ગોત્રની બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન કરી આપ્યાં. બાદ ટૂંક સમયમાં તેનો સ્વર્ગવાસ થયો. લગ્ન પછીના અલ્પ સમયમાં ચાણક્યની આર્થિક સ્થિતિમાં જોઈએ તેવો સંગીન સુધારો થયો નહીં. દિવસે દિવસે તેને સંસારની ઉપાધિમાં ભયંકર રીતે ગુંચવાવું પડ્યું. એક સમયે ચાણક્યની સ્ત્રી પોતાની માતાને ઘેર ગઈ હતી. તે સમયે તેના ભાઈનો વિવાહ મહોત્સવ ચાલતો હતો. આ પ્રસંગે તેની અન્ય બહેને પણ સુંદર વસ્ત્રાલંકારો ધારણ કરી આવી હતી. તેઓ - સર્વે છત્ર વિગેરેના વૈભવી વિલાસથી સુશોભિત અને દાસ-દાસીઓના પરિવારયુક્ત હતી.
ચાણકયની ગૃહિણી માત્ર સાદા જ વસ્ત્રોમાં ત્યાં ગયેલ હતી, કે જે વસ્યા લગ્નપ્રસંગે આવેલ અન્ય સ્ત્રીઓથી હલકાં ને અ૫ કીંમતનાં હતાં. આવા વસ્ત્ર-પરિધાનથી તેની ગરિબાઈ ખુલ્લી રીતે દેખાઈ આવતી હતી, છતાં આ સુજ્ઞ સ્ત્રીએ અન્ય બહેનેની ઈર્ષા ન લાવતાં સંતોષ માની, ઘરના કામકાજમાં માતાને મદદગાર બની, વિવાહને સમય સમજપૂર્વક શાન્તિથી પસાર કર્યો. પછી તે પિતાને શ્વસુરગૃહે ગઈ, પણ ત્યાં ગયા પછી તેનું હદય લેવાવા લાગ્યું. તેને પિતાની ગરિબાઈ સાલવા લાગી. પોતાની અન્ય બહેનોની શ્રીમંતાઈ અને સાહાબીનું સ્મરણ થતાં તે સમજી સ્ત્રી એકાન્તમાં અથુપાત કરવા લાગી. આ સમયે
२४