________________
પ્રકરણ ૧૧ મું.
નવમે નંદ મહારાજા મહાપત્ર. ( ઈ. સ. પૂર્વે ૩૬૦ થી ૩૧૭, વીરનિર્વાણ ૧૬૭ થી ર૧૦ : ૪૩ વર્ષ.
શ્રી ભદ્રબાહુસ્વામી ૩ વર્ષ રિનિર્વાણ ૧૭૦ સુધી.
શ્રી સ્થૂલભદ્રજી વિરનિર્વાણ ૧૦૦ થી ર૧૫ સુધી ૪૫ વર્ષ. શ્રી સ્થવિરાવળીને બીજે આંક અહિં વીરનિર્વાણ ૨૧૦ માં આ મહારાજાના રાજ્યામલ દરમિયાનમાં મગધની રાજ્યગાદી મોર્યવંશના હાથમાં જતાં પૂરો થાય છે.
મર્યવંશી મહારાજા ચંદ્રગુપ્તના રાજ્યોમલના પ્રથમના પાંચ વર્ષોમાં એટલે વીરનિર્વાણ ૨૧૦ થી તે ૨૧૫, ઈ. સ. પૂર્વે ૩૧૭ થી તે ૩૧૨ સુધીમાં શ્રી સ્થલભદ્રજી યુગપ્રધાન તરીકે વિદ્યમાન હતા, જેની સાબિતી મર્યવંશના રાજ્યામલના ઈતિહાસમાં અમે રજૂ કરીશું.
મહારાજા મહાપદ્મ અથવા “કાળા અશોક” ૨૩ વર્ષની ભર યુવાનવયે રાજ્યગાદીએ આવ્યો હતો, છતાં તેણે કઈ જાતનું ઉછાંછળું–રાજ્યને અહિતકર્તા પગલું ભર્યું ન હતું. તેના રાજ્યામલ પૂર્વે મગધમાં પસાર થએલ ભયંકર દુષ્કાળે રાજ્યતંત્રને અંગે તેને સુંદર શિક્ષણ આપ્યું હતું, જેના વેગે તે પ્રજાને હિતસ્વી અને પ્રેમી બન્યો હતો.
આ મહાપદ્યની પૂર્વે છઠ્ઠા, સાતમા અને આઠમ નંદના રાજ્યામલ દરમિયાનમાં મગધ સામ્રાજ્યના ખંડીયા સરદારોને ઘણે ભાગ સ્વતંત્ર અને સ્વચ્છંદી બની ગયો હતા તેમને આ વીર પુરુષે પાછા તલવારના બળે મગધ સામ્રાજ્યના આજ્ઞાંતિ બનાવી સ્વહકુમતતળે આણ્યા હતા. પોતે જેનધર્મને ચુસ્ત અનુયાયી હતું, અને જેઓ નંદવંશ અગર તે જૈનધર્મને વિરોધ કરતાં તેમની સાથે સખ્ત હાથે કામ લીધું. તે એટલે સુધી કે તેમના ક્ષાત્રતેજનું પણ નિશાન રહેવા દીધું નહિ, જેના અંગે આ મહારાજાનું