________________
મગધ સામ્રાજ્ય પર નંદવંશ
૧૩૧
ભારતમાં ઇ. સ. પૂર્વે ૩૨૭ ના ગાળામાં પશ્ચિમ વિભાગમાં ગ્રીક શહેનશાહ શાહુ સિકંદર ( અલેક્ઝાન્ડ્રા ઊર્ફે અલકાજીર ) સિન્ધથી શરૂઆત કરી પંજાબમાં વીર પૌરસને જીતી, તેની સાથે વીર રાજવી તરીકે સુલેહ કરી, ભારતના પશ્ચિમ વિભાગમાં રાજ્યસત્તા જમાવવા ફળિભૂત થયા હતા. તેની પાસે આ કાળે લગભગ ૫૦૦૦૦ નુ સુવ્યવસ્થિત કેળવાયેલ સૈન્ય હતું. આટલા પ્રમળ સૈન્ય છતાં તેણે મગધ ઉપર ચઢાઇ કરવા હિંમત ન કરી, કારણ કે મગધની રાજ્યગાદી પર રહેલ નદ રાજાઓની વીર ગજનાએ તેને તેવી જાતનું સાહસ કરતાં અટકાવ્યા. રાજા પારસને નદ રાજાઓની વીરતા તેમજ વ્યવસ્થા અંગે પૂછતાં પૈારસ રાજાએ શાહ સીકંદરને નીચે મુજબ જવાબ આપ્યા હતા.
“ સિન્ધુ નદીમાં ૧૨ દિવસ સુધી મુસાફરી કરતાં એક વિસ્તૃત મરુસ્થલ આવે છે. આ મરુસ્થલે............ગંગા નદી વહે છે.
ગંગાની પેલી બાજુ પ્રેશિઆઇ ઊર્ફે પ્રાચ્ય અને ગ ંગેરડી પ્રજા રહે છે, જેના રાજા કસન્દ્ગમસ ( રાજા નંદ) છે. આ રાજા પાસે યુદ્ધમેદાન અર્થે ૨૦૦૦૦ ઘેાડેસ્વાર, ૨૦૦૦૦૦ પાયદલ, ૨૦૦૦ રથ, ૪૦૦ હાથી, ( કટીયસના મત પ્રમાણે ૩૦૦ ) તૈયાર રહે છે. ”
પૈારસના મુખથી આ વૃત્તાંત સાંભળી શાહ સીકંદર મગધ પર ચઢાઇ ન કરતાં પેાતાનાં પ્રદેશ તરફ ઇ. સ. પૂર્વે ૩૨૭ પાછા ફર્યાં.
આ ઐતિહાસિક ઘટનાના કાળ ઈ. સ. પૂર્વે ૩૨૭ ના સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યે છે. બાદ પાંચ વર્ષ એટલે ઇ. સ. પૂર્વે ૩૨૨ માં મગધની રાજ્યગાદી મા વંશના હાથમાં ગઇ.
મા વંશના મહારાજા ચંદ્રગુપ્તની સાથે ગ્રીક સરદારે સધી કરી જેમાં તેણે પેાતાની પુત્રી ચંદ્રગુપ્તને પરણાવી. ( આ પ્રમાણે કેટલાક ઇતિહાસકારા કહે છે પરતુ અમાને એ મામતમાં શંકા છે ) આ રીતની ઐતિહાસિક ઘટના ઈ. સ. પૂર્વે ૩૧૨ માં બની હતી. ઇ. સ. પૂર્વે ૩૧૨, ૩૨૨ અને ૩૨૭ ના ઐતિહાસિક બનાવાનાં વર્ષોં પ્રાચીન ઐતિહાસિક ગ્રંથામાં નજર સામે તરી આવતાં હાવાનાં કારણે કાળગણનાનાં હિસાબે અમારે ન ંદવશના રાજ્યામલ ૧૫૦ વર્ષના ગણવા પડે છે.
આ પ્રમાણેની કાળગણનાની ગણત્રીના આધાર ગ્રંથામાં મળી આવે છે, જેને બાજુએ મૂકી ૧૦૦ વર્ષની ગણત્રીએ નંદવંશના રાજ્યામલ મગધ ઉપર દર્શાવતા ઇ. સ. પૂર્વે ૩૭ર ના આંક આવે છે, કે જે આંક કાઇ પણ હિસાબે પ્રમાણભૂત માની અમેા આ ગ્રંથમાં સંકલિત કરી શકતા નથી. હિસાબની ગણત્રીએ પણ તે આંક બંધબેસતા થતા નથી. એટલે ઇતિહાસની પ્રમાણિક ઘટનાઓની ષ્ટિએ પણ નંદવંશના ૧૫૦ વર્ષ સુધીના રાજ્યામલ સાચા છે અને તે સાબિત કરવાને અમારે પ્રયાસ કરવા પડ્યો છે.
---------
*5