SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પાન ઘટાડી નાખ્યા અને આવી ચર્ચાઓને સ્થાને મળવું દુર્લભ થઈ પડયું. આ દરમિયાન જૈન પત્રકારેએ પણ આ પ્રશ્નને વધાવી લઈ ચર્ચા શરૂ કરી દીધી. જેમાં શ્રી રતિલાલ ભીખાભાઈએ તે આ ચર્ચાને એવા તે વિક્ત સ્વરૂપમાં રજૂ કરી કે જેના યોગે અમારે શાસનસ્થંભ સૂરીશ્વરોના અભિપ્રાય મેળવવાની જરૂર પડી. આ બાબતમાં શાસનતંભ જેવા ગણાતા સૂરીશ્વરને મળે અને મારા આ કાર્યમાં મને મદદ આપવા કહ્યું. તેઓએ મને પિતાપિતાને અભિપ્રાય આપે જે મેં આ પુસ્તકમાં દાખલ કર્યો છે, અને વધુમાં જણાવ્યું કે અમારા તરફથી આ કાર્યમાં તમને જે જાતની સહાયતાની જરૂર હશે તે પૂરી પાડીશું. પૂ. સૂરીશ્વરોએ એક વધુ સલાહ એ પણ આપી કે કોઈ પણ પત્રમાં આ ચર્ચા કરવા કરતાં પુસ્તકરૂપે આ વસ્તુનું પ્રતિપાદન કરવું કે જે દીર્ધસમય પર્યન્ત જળવાઈ રહે. આ સૂચના મને ઉચિત જણાઈ અને મેં તરત જ ગ્રંથ લખવાની શરૂઆત કરી અને પરિણામે આઠ દશ માસની જહેમત બાદ હું આ ગ્રંથ પ્રકટ કરવા ભાગ્યશાળી બન્યો છું. આ પુસ્તકને પ્રમાણિક તેમ જ પ્રમાણભૂત બનાવવા અનેક ગ્રંથોનો ઉપયોગ કર્યો છે જેની સૂચિ જુદી આપવામાં આવી છે. આ યાદીમાં એકલા જેન ગ્રંથ જ નથી પરંતુ બૈદ્ધ ગ્રંથ, વેદ-પુરાણો તેમજ સ્મૃતિઓની પણ શહાદતે લેવામાં આવી છે. આ પુસ્તકમાં તર્કવાદને સ્થાન નથી આપ્યું. કલ્પનાના અશ્વ પર બેસી વિહરવાથી સત્ય વસ્તુનું સ્ફોટન ન થાય ઇતિહાસ સર્જનમાં મરડી-મચડીને રજૂ કરવાની નીતિ વિઘાતક ગણાય, પક્ષપાત રહિતપણે અમેએ આ ગ્રંથને વિશુદ્ધ બનાવવા પ્રયાસ સેવ્યો છે. પહેલાં તે સમ્રાટ સંપ્રતિને લગતો જ ઈતિહાસ આપવાને વિચાર હતો પરંતુ જેમ જેમ સંશોધનપૂર્વક લેખનકાર્ય આગળ ધપતું ગયું તેમ તેમ અવનવી વસ્તુઓ મળતી ગઈ અને આજે લગભગ ૫૦૦ પૃષ્ઠનો આ દળદાર ગ્રંથ બહાર પાડવા શક્તિમાન થયા છીએ. ઇતિહાસની સાંકળ અતૂટ ન રહે તે માટે સંપ્રતિ પછીનો ઈતિહાસ દાખલ કરી છેવટે શકસંવતની શરૂઆત સુધીને ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો છે. મારે હેતુ હજી પણ વિશેષ ઈતિહાસ રજૂ કરવાનું હતું પરંતુ આ ગ્રંથનું કદ વધી જવાથી મારી ઈચ્છા હાલ તુરત માટે મારે મુલતવી રાખવી પડી છે. શાલિવાહનથી શરૂઆત કરીને પરમહંત મહારાજા કરણ વાઘેલા સુધીના ઈતિહાસ મારી પાસે મોજુદ છે, જે સમય અને અનુકૂળતાએ પ્રગટ કરવામાં આવશે. ઈતિહાસનું ક્ષેત્ર એટલું વિશાળ છે કે તે જેમ જેમ ખેડાતું જાય તેમ તેમ નવી-નવીન ફાલ ઊતરતો જાય છે. આ પુસ્તકમાં પણ ઘણે સ્થળે વર્ણનને ટુંકાવવું પડયું છે છતાં ભવિષ્યની પ્રજાને, વિદ્યાપીઠ અને પાઠશાળાઓના શિષ્યવંદને જૈન ઇતિહાસના શિક્ષણ માટે આ પુસ્તક ઉપયોગી નીવડશે અગર તે વિદ્વાન ઈતિહાસલેખકોને ભોમિયા તથા દીવાદાંડીની ગરજ સારશે તે પણ મારે પ્રયત્ન સાર્થક થયો ગણાશે. આ પુસ્તકના સર્જનમાં મારો હેતુ કેઈનું ખંડન કરવાને અગર તે કોઈને હલકા ચિતરવાને નથી. “ સાચું એ જ મારુંએ દષ્ટિબિંદુ રાખી મેં આ પુસ્તકનું સર્જન કર્યું છે. આશા રાખું
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy