SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર.... સ્તા.... ....ના. A man which takes no pride in the noble achievement of remote Ancesters will never achieve anything worthy to be remembered with pride by remote descendents. - જે પુરુષ પોતાના પૂર્વજોના શ્રેષ્ઠ કાર્યોનું સ્મરણ કરતો નથી તેમજ તે માટે અભિમાન લેતા નથી તે એવું કંઈપણ કાર્ય કરવા શક્તિમાન નહીં થાય કે જેથી તેની પાછળની પરંપરા તેનું સ્મરણ કરે. –મેકેલે ઇતિહાસ અને સાહિત્ય એ બે વિષયો એવા અગાધ છે કે તેમાં પ્રતિદિન નવું જાણવાનું, વિચારવાનું અને અનવેષણ કરવાનું હોય છે. જેમ જેમ જમાને આગળ વધતો જાય છે તેમ તેમ સાયન્સમાં નવાં નવાં Inventions (શહે) અને ઈતિહાસમાં નવી નવી Discoveries (ધ) થતી રહે છે. આને પરિણામે રૂઢ બની ગયેલ મંતવ્યો પણ ફેરવવા પડે છે. દાખલા તરીકે જેન ધર્મને બૌદ્ધ ધર્મની શાખારૂપે અથવા તો વૈદિક ધર્મના એક ફાંટારૂપે માનવામાં આવતા હતા, પણ પાછળથી જેમ જેમ અન્વેષણ વધતું ગયું તેમ તેમ એ મંતવ્ય બદલાતું ગયું અને આજે આખું યે વિશ્વ એ નિર્ણય પર આવ્યું છે કે જૈન ધર્મ એ મૌલિક સ્વતંત્ર ધર્મ છે; એટલું જ નહિ પરંતુ અનાદિ કાળથી ચાલ્યો આવતે પ્રાચીનતમ ધર્મ છે. છેલ્લા તીથકર શ્રી મહાવીર સ્વામી તો તેની પ્રરૂપણું ને પ્રચાર કરનારા હતા; સ્થાપક નહિ. આવી જ રીતે એ પણ સિદ્ધ થતું આવે છે કે બુદ્ધધર્મના પ્રવર્તક ગૌતમ બુદ્ધ પહેલાં તે જેન આમ્નાયના “બુદ્ધકીર્તિ” નામના મુનિ હતા અને પાછળથી તેઓ જુદા પડ્યા તેમજ માંસાહાર સંબંધી નૂતન પ્રરૂપણ કરી તેઓએ પિતાને પંથ પ્રવર્તાવ્યો. જૈન અને બુદ્ધ-એ ઉભય ધર્મના મૂળતનું સૂક્ષ્મતાથી અવલેહન કરવામાં આવશે તો તરત જ માલુમ પાશે કે તે બંનેના સિદ્ધાંતેમાં કેટલુંક સામ્ય છે. આ હકીક્તને અમોએ અમારા આ ઐતિહાસિક પુસ્તકમાં સ્થાન આપી તેના પર બને તેટલું અજવાળું પાડવાને પ્રયત્ન કર્યો છે.
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy