________________
७८
સમ્રા સંપ્રતિ પરણાવી હતી અને કેશલપતિની પુત્રીને મહારાજા સાથે પરણાવવા કેણિક સમર્થવાન થયો હતો. આ રીતે કેશલપતિને પૂર્ણ રીતે પરાજિત કરવામાં કેણિકે બુદ્ધિ લડાવી હતી. જેના વેગે કોશલપતિ જે વારેઘડીએ મગધ સામે માથું ઊંચકો હતો તે, નરમ પડ્યો.
આ પ્રમાણેની વીરતાના કારણે કુમાર કેણિકે મહારાજા શ્રેણિકને રાજ્યરક્ષણની ખટપટમાં સંપૂર્ણ રીતે સાથ આપે હતો જેના ગે તેનું નામ અજાતશત્રુ એવું બીજું નામ પડયું હતું,
યુવરાણી પદ્માવતીએ ટૂંક સમયમાં એક પુત્રને જન્મ આપે છે કે જે મહારાજા અજાતશત્રુ પછી મગધની રાજ્યગાદી ઉપર આવ્યું હતું. તેમનું નામ ઉદાયન રાખવામાં આવ્યું હતું. મહારાજા શ્રેણિકે જેવી રીતે કેણિકનાં લગ્ન કરી આપ્યાં હતાં તેવી જ રીતે હલ્લ અને વિહલ્લનાં પણ લગ્ને અલગ અલગ પ્રાન્તના રાજાઓની રાજ્યકુંવરીઓ સાથે કરી આપ્યાં હતાં જેનાથી તેમને પણ પુત્પત્તિ થઈ હતી.