SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ મળતી આવે છે. એ જ રીતે પ્રાણીઓ અને વનસ્પતિના લક્ષણોની એકતા પ્રયોગો દ્વારા સિદ્ધ કરેલ છે. જેમાં પણ અનેક લક્ષણો સમાન છે. લોખંડ જેવી ધાતુઓમાં પણ સજીવ પદાર્થોના લક્ષણો છે એમ વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું છે. અત્યાર સુધી આપણે તેની ભાષા સમજતા નહતા.આપણા નેત્રોએની લાગણીઓ જોઈ શકતી નહતી તેથી આપણે તેને જડ માનતા હતા. વૈજ્ઞાનિકો દ્વારા આ બાબતે પ્રયોગો કરી તે સજીવ છે તેવું સિદ્ધ થતાં હવે આપણે તેને સજીવ તરીકે સ્વીકારતા થયા છીએ. પરંતુ આ બધી જ બાબતે જ્ઞાની પુરુષોએ જૈન શાસ્ત્રોમાં આ વિશે બહુ વર્ષો પહેલાં જે કઈ લખેલું મળી આવે છે તેટલું જગત આગળ આવૈજ્ઞાનિકોહજારો વર્ષે પણ મૂકી શકશે કે કેમ? એ સંશય છે. • ચારગતિ રૂપસંસારમાં પરિભ્રમણ કરતાં જીવો મિથ્યાત્વાદિને લઈને જે કાંઈ પ્રવૃતિ કરે તેના માઠા પરિણામોને કારણે દુઃખોની પરંપરા સર્જાય છે. પોતે કરેલી ભૂલોના પરિણામે દુઃખની ગર્તામાં લાંબા સમય સુધી ભટકવું પડે છે. માટે સાવચેત રહી પ્રવૃતિ કરવાથી કર્મબંધ ઓછો અને અલ્પ રસવાળો થાય, તેથી ભવભ્રમણ ઓછું થાય, સદગતિ વહેલી મળે. આ પુસ્તકમાં પૂ.શાંતિસૂરિ મ.સા. રચિત જીવવિચાર પ્રકરણની ૫૦ ગાથા તથા તેનો ગુજરાતી અનુવાદ પૂ. આચાર્ય ભગવંત દક્ષસૂરિ મ. સાહેબે કરેલ છે તેના આધારે ૫.પૂ. આચાર્ય ભગવંત શ્રીમવિજય રવિ શેખર સૂરિ મ.સા. એ પોતાની આધ્યાત્મિક શૈલીમાં જીવોના પ૩ ભેદોને સૂક્ષ્મ રીતે સમજાવવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. પ્રત્યેક જીવોનું ભેદજ્ઞાન કરાવી દરેક જીવ સત્તાએ સિદ્ધ- કેવલી છે તેની તત્ત્વ દ્વારા પ્રતીતિ કરાવી છે. આ ઉપયોગને ધ્યાનમાં રાખી પ્રત્યેક જીવની ભાવ જયણા તથા દ્રવ્ય જયણા કરી તેની રક્ષા કરવાના પ્રણિધાન માટે પ્રેરિત કરેલ છે.આ અમારા પ્રયાસમાં કંઈ પણ ક્ષતિ જણાય તો જણાવશો. આ પહેલાના બે પુસ્તકોને મુમુક્ષુ આત્માઓએ વાચન મનન કરી ખૂબ જ આવકારેલ છે. ભવિષ્યમાં પૂજ્ય ગુરુ ભગવંતની શાન વૈરાગ્ય આત્મલક્ષી વાંચનાઓનો વધુમાં વધુ લાભ મળે તેવી અભ્યર્થના. પોષ વદ-૧૩, ૨૦૭૩ -પ્રકાશક સિદ્ધ ક્ષેત્ર, પાલિતાણા. જીવવિચાર || ૭.
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy