SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ કિનારા પર રાખ્યો અને પોતે સરોવરમાં અંદરસ્નાન માટે પ્રવેશી લાલરત્નોથી ઝગમગતાહારને સમડી પોતાનું ભક્ષ્યમાનીને ચાંચમાંઉપાડી જંગલમાં ઊડી અને એક વૃક્ષ પર બેઠી. ગુરુ ત્યાંથી પસાર થયા અને અચાનક રત્નનો હાર નીચે પડ્યો. ગુરુ ઝગમગતો કિંમતિ હાર જોઈ ચમક્યા અને મનમાં વિચાર આવ્યો કે જો આહાર ઉપર ચેલાની નજર પડશે તો તેની બુદ્ધિ બગડશે તેથી તરત ખાડો ખોદીહાર પર ધૂળ નાખી દાટી દીધો. દૂર રહેલા ચેલાએ ગુરુકંઈક કરી રહ્યાં છે તે જાણી પાસે આવીને ગુરુને પૂછ્યું તમે શું કરતાં હતા? ખૂબ આગ્રહ કર્યો. ત્યારે ગુરુ કહે, "આ ભર જંગલ છે અહીં વધારે રહેવું યોગ્ય નથી." પણ ચેલાને કુતૂહલ થયું તેથી જાતે ધૂળ દૂર કરી, જોયું તો ચમકતો હાર–અને ચેલાને બધો ખ્યાલ આવી ગયો–તે ગુરુને કહે છે, મીકી પ મીમી ક્યો ડાલી માટી પર માટી શા માટે નાખી? ગુરુનેહાર કિંમતિ લાગ્યો છતાં ગ્રહણ કરવાની બુદ્ધિ ન જાગી. ચેલાની બુદ્ધિ ન બગડે માટે તેના પર ધૂળ નાખી. જ્યારે ચેલાને રત્ન જોઈ તે કિંમતિ ન લાગ્યું, ધૂળરૂપ લાગ્યું. તેમ સમ્યગ્દષ્ટિજીવોને રત્નાદિ પૃથ્વીકાય મડદારૂપે જ લાગે. તેથી તેમાં ઉપાદેય બુદ્ધિ ન જાગે પણ સંસારમાં છે તેથી જરૂરિયાત પૂરતો જ વ્યવહાર કરે પણ તેના પર આસક્તિ કરી સંસાર ન વધારે. જે દેવો પોતાના ઘરેણા–રત્નોમાં આસક્ત થઈ જાય તો તેઓ ત્યાં જ રત્ન રૂપે ઉત્પન્ન થાય. જ્યાં સુધી જીવમાં જીવ તરીકેનું જ્ઞાન ન થાય અને જડમાં જડપણાનું જ્ઞાન ન થાય ત્યાં સુધી જીવપરપ્રેમલાવવાને બદલે જીવની વિરાધના (આસાતના) અને જડનો રાગ થયા કરવાનો. આમ જીવ સ્વ પરની આસાતના વડે ૧૪ રાજલોકમાં પરિભ્રમણ કર્યા કરશે. આથી પૂ. શાંતિસૂરિ મહારાજ જીવવિચાર પ્રકરણના આરંભમાં વીર પરમાત્માને ભાવ વંદના કરે છે તે વખતે તેમનો પ્રધાન ઉપયોગ પરમાત્માના સર્વજ્ઞાદિ ગુણો પર, સ્વમાં સર્વજ્ઞબનવાની રુચિ સહિતનો છે. તેમનેજિનાગમવડે પોતાનો આત્મા સત્તાએ સર્વજ્ઞ છે તેવી પ્રતીતિ થઈ છે તેથી સર્વજ્ઞ બનવાનો ઉપાય પણ ભાવ જીવવિચાર // ૫૭ *
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy