SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ - આત્માને કર્મનો બંધ ક્યા કારણે થાય ? अजयं चरमाणो अ (उ), पाणभूयाई हिंसइ । बंधई पावयं कम्मं, तं से होइ कडुअं फलं ॥ ૪–૧ (દશવૈકાલિક) જે આત્મા અજયણાપૂર્વક ચાલવાનું કાર્ય કરે છે અને તેના કારણે પૃથ્વીકાયાદિ જીવોની જે હિંસા થાય છે અને તે નિમિત્તે તેને કર્મનો બંધ થાય છે અને તેના કડવા ફળ તે આત્માને ભોગવવા પડે. આત્માનો સ્વભાવ ચાલવાનો, બેસવાનો વગેરે છે જ નહીં પણ શરીરાદિયોગના કારણે તેને ચાલવાદિના વ્યવહાર કરવા પડે છે. જો આત્મા જયણાપૂર્વક ચાલે, જયણાપૂર્વક ઊભો રહે, જયણાપૂર્વક બેસે, જયણાપૂર્વક ભોજન કરે—ભાષણાદિ કરે તો પાપ કર્મનો બંધ ન થાય. જયણાને જાણવા—સમજવા માટે જ જીવવિચાર ભણવાનું છે. આથી જીવવિચાર અમૃત તુલ્ય લાગવું જોઈએ. જિનવચન—જીવતત્ત્વ અમૃત સ્વરૂપ છે અર્થાત્ જે કોઈ આત્માઓ અમરપણાને પામ્યા તે બધામાં જિનવચનામૃત જ મુખ્ય કારણભૂત છે. છતાં પણ મોટા ભાગના જીવોને જીવાદિ તત્ત્વોની વાત સાંભળવામાં કંટાળો આવે—માથું ભારે થઈ જાય.....!!! જિનશાસન કોને અવશ્ય મુક્તિનું કારણ થાય ? પૂર્વે જિનેશ્વરના આત્માઓને સર્વજ્ઞનું શાસન પામીને જિનવચન પર અપૂર્વ શ્રદ્ધા—સંવેગ પરિણમે ત્યારે તેમને સહજ જીવરાશિ પ્રત્યે કરુણા પ્રગટે. કારણ કે સર્વજ્ઞના વચન વડે તેમને જગતના જીવો વિષે તત્ત્વ નિર્ણય થાય છે કે સત્તાએ સર્વ સંસારી આત્માઓ સિદ્ધ સ્વરૂપી છે. છતાં વર્તમાનમાં કર્મ, કષાય અને કાયાને આધીન છે. અર્થાત્ મોહને આધીન હોવાના કારણે દુઃખી છે. જ્યાં સુધી જીવો પર મોહનું શાસન ચાલે છે ત્યાં સુધી કોઈ તેમને સુખી કરી શકે નહીં માત્ર ધનાદિ ભૌતિક બાલ વસ્તુ ગમે તેટલી જીવવિચાર // ૩૧
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy