________________
ભયંકરમાં ભયંકર વ્યક્ત પીડા ભોગવવાનું સ્થાન નરક અને અવ્યક્ત પીડા ભોગવવા માટે નિગોદનું સ્થાન છે. જેમ ઘેનનું ઈંજેક્શન આપી દીધું હોય ને ઓપરેશન ચાલુ હોય તે વખતે તેમને પીડાનું ભાન નથી કારણ જ્ઞાનેન્દ્રિય વ્યાઘાત પામી ગઈ છે તેમ નિગોદમાં જ્ઞાનનો માત્ર અક્ષરનો અનંતમો ભાગ ખૂલ્લો છે માટે તેને પીડાનું ભાન નથી આ અવસ્થા ખૂબ જ ભયંકર છે. જ્યારે નરકમાં આત્માને ભાન આવે, સમકિત પામે છે તો પીડાને સમતાથી ભોગવી લે. આપણા પરમાત્માનો કેવો અચિંત્ય પ્રભાવ છે કે આવી ભયંકર પીડા પામતા નરકના જીવોને પરમાત્માના કલ્યાણકના દિવસોમાં બે ઘડી સુધી પીડા ન મળે, સાતે નરકમાં અજવાળા થાય અને તેના કારણે નરકના જીવો શુભ અધ્યવસાયમાં ચડે ને સમકિતને પ્રાપ્ત કરે. નરકમાંથી જીવ ૩૩ સાગરોપમના કાળ પછી નીકળી શકે છે પણ નિગોદમાંથી બહાર નીકળવું એટલું સહેલું નથી. અકામ નિર્જરા દ્વારા તે બહાર નીકળે ત્યારે અસંખ્યકાળ વ્યતીત થાય છે. રાત્રિના કાળમાં મિષ્ટાનનું ભોજન કરતો હતો ત્યારે ખુશી વ્યક્ત કરતો હતો અને હવે જ્યારે તારું મુખ કીડીઓથી ભરવામાં આવે ત્યારે તું પોકાર કેમ કરે છે ! પરદેશમાં બ્રેડની વચ્ચે જીવતા જીવો નાંખીને ખાઈ જાય છે, એકેન્દ્રિય જીવોના પુદ્ગલો વાપરો છો ને, અને તે પણ રસપૂર્વક વાપરો, આનંદથી વાપરો, અનુમોદના કરતાં વાપરો, મજેથી-ટેસથી ઉડાવો, પાર્ટી માણતા હો ત્યારે ભયંકર અનુમોદના કરો ને ત્યારે જો અનુબંધ પડે અને આયુષ્યનો બંધ પડે તો નરકમાં આવા પ્રકારની વેદના મળે. અનંતકાયમાં પણ સ્વાદ તો શરીરનો જ મળે છે, કારણ કે તેમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ છે ને અનંતકાયમાં જથ્થો (શરીર) વધારે પણ મળે છે પુદ્ગલોનો એ સ્વભાવ છે.
દારુ પીને નાચતો - કૂદતો હતો તેના ફળ રૂપે તાંબા - તેલ ને સીસાને પીવામાં કેમ પરાંગમુખ બને છે ? રાજસત્તા હતી ત્યારે શૂળ, બંધ, વધ, હનન વગેરે કર્યા તો હમણા તું કેમ આક્રંદ કરે છે ? જે આત્માએ વન - જંગલ વગેરેને
જીવવિચાર || ૩૧૬