SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ્ય વિકાસની શરૂઆત થાય છે. કદાચ એ વખતે એ વાતને સ્વીકારી નહીં શકે. છોડી પણ નહીં શકે. પણ માત્ર અંદરમાં બહુમાન આવવું જરૂરી છે. જીવના અનંતા પુદ્ગલ પરાર્વત કાળ નિષ્ફળ નથી જતા કારણ એમાં કર્મોને ઘસારો તો લાગે જ છે. ચરમાવર્તમાં આવેલા જીવે ભવને છોડવા પ્રચંડ પુરુષાર્થ કરવાનો છે, હવે વાર નથી લગાડવાની. હવે પુરુષાર્થ સફળ થશે. જીવ વિચાર પ્રકરણ દ્વારા આત્માએ ત્રણે- કાળનો નિર્ણય કરવાનો છે. જો મારો આત્મા જગતના જીવો સાથે ઉચિત વ્યવહારથી ન ચાલે તો મારું ભાવિ જીવન કેવું થશે ? અનંતો ભૂતકાળ મારા આત્માએ જે પસાર કર્યો તેમાં જીવોના ૫૬૩ ભેદમાં અનુત્તર દેવ, ઈન્દ્રપણું, તીર્થંકરપદ, ચક્રવર્તી અને ભાવસાધુ આ પર્યાયો સિવાયમાં અનંતીવાર જઈ આવ્યો છે. જો વર્તમાન ભવ સુધરી જાય તો જ અનંતો ભવિષ્યકાળ સુધરી શકે, નહીં તો ફરી ચારગતિ રૂપ સંસારમાં એને ભટકવાનું જ છે ને દુઃખી થવાનું છે. ૧ થી ૭ નરકના તમામ પર્યાયો આત્મા અનંતીવાર ભોગવી આવ્યો છે. દેવલોકના તમામ પર્યાયો આત્માએ નથી ભોગવ્યાં. અપુનર્બંધકના લક્ષણો : (૧) જિજ્ઞાસા (૨) આશંસા વિનાનો ધર્મ (૩) મોક્ષનો અભિલાષ. યોગ બિંદુ ગ્રંથમાં આ મુખ્ય લક્ષણો તથા બીજા પણ ત્રણ લક્ષણો બતાવાયા છે. (૧) પાપ તીવ્ર ભાવે ન કરે (૨) ભવનો રાગ ન હોય (૩) ઉચિત સ્થિતિ સેવે. ધર્મબિંદુમાં ૩ વાત બતાવી : શ્રુતસ્ય શક્ય પાલનમ્ ઃ પરમાત્માએ જે-જે આજ્ઞા બતાવી તેને એવી રીતે પાળે કે ફરી આજ્ઞા પાલન કરવાનો વારો ન આવે. સર્વવિરતિ ગ્રહણ ન કરી શકાય તો શ્રાવક ધર્મનું પાલન ઉત્કૃષ્ટ કરવું. પુણિયા શ્રાવક જેવું જ જીવન જીવે, એ પ્રમાણે વર્તે. તે નથી થઈ શકતું તો છ બાહ્ય તપ હું કેટલો કરી શકું છું એ પ્રમાણે યથાશક્તિ સમાધિ ટકે, તેટલો તપાદિ કરે, પછી છ અત્યંતર તપ શક્તિ પ્રમાણે કરે. જીવવિચાર || ૩૦૫ (૧)
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy