SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ પ્રતિવાસુદેવ, ૯ વાસુદેવ, ૯ બળદેવ એ રીતે ૧ શલાકા પુરુષો થાય તેમજ નારદ અને ૧૧ રુદ્રો થાય છે. આ આરામાં જન્મેલાઓનો પાંચમા આરામાં મોક્ષ થાય. પહેલા સંઘયણવાળા જીવો હોય તે મરીને સાતમી નરક સુધી પણ જઈ શકે છે. આ આરાના ૮૯ પખવાડિયા બાકી રહે ત્યારે ૨૪મા તીર્થકરનું નિર્વાણ થાયને ૮૯ પખવાડિયા પૂર્ણ થયે ચોથો આરો પૂરો થાય. પાંચમો આરોદુષમાનામનોર૧હજાર વર્ષનો શરૂ થાય. શરૂઆતમાં અવગાહના સાત હાથની અને આયુષ્ય ૧૩૦ વર્ષનું. પછી અવગાહના ને આયુષ્ય ઘટતા જાય. રસકસ ઘટતા જાય, કષાયો વૃદ્ધિ પામતા જાય. આ આરામાં જન્મેલાનો મોક્ષ થતો નથી. સંઘયણો નબળા થતાં જાય અને છેલ્લુને છેવટનું સંઘયણ રહે. આ સંઘયણવાળા ચોથા દેવલોક સુધી અને બીજી નરક સુધી જઈ શકે છે. ધીમે-ધીમે ધર્મની હાનિ થાય. વચ્ચે વચ્ચે યુગપ્રધાનો થાય ત્યારે કાંઈક ધર્મનો પ્રકાશ થાય. મતાંતરો વધતા જાય, ઋદ્ધિ, આયુષ્ય, સંપ, સંપત્તિ, નીતિ આદિ ઘટતા જાય. છેલ્લો છઠ્ઠો આરો દુષમ-દુષમા નામનો ૨૧ હજાર વર્ષનો થશે. બે હાથની કાયા ને વીસ વર્ષના આયુષ્યવાળા જીવો થશે. તપમાં છઠ્ઠ (બેલો) ઉત્કૃષ્ટતપ ગણાશે. દશવૈકાલિક આગમ રહેશે. છેલ્લે આચાર્યદુપ્પસહસૂરિ યુગપ્રધાન થવાના છે. બાર વર્ષ ગૃહસ્થપણે અને આઠ વર્ષ ચારિત્ર પાળશે. ચાર વર્ષ સામાન્યપર્યાય અને ચાર વર્ષઆચાર્યપર્યાય પાળશે. ક્ષાયિક સમક્તિ સાથે જ જન્મશે અને છેલ્લે અમનો તપ કરીને કાળધર્મ પામશે. તે સાથે ચતુર્વિધ સંઘ નાશ પામશે. ધર્મનો વિચ્છેદ થશે. મધ્યાહને વિમલવાહન રાજા–સુધર્મમંત્રી મૃત્યુ પામશે અને સાંજે બાદર અગ્નિ પણવિચ્છેદ પામશે અને ક્ષાર, આમ્બવિષય,વિષાગ્નિ અને વજમય જલની વૃષ્ટિઓથશે. ભયંકર વાયરા વાશે. માત્ર થોડા મનુષ્યો ગંગા–સિંધુ નદીના કિનારે બિલોમાં રહેશે. ગંગા–સિંધુ નદી ગાડાનાં ચીલા પ્રમાણ વિસ્તારવાળી થશે, ઋષભકૂટ અને લવણસમુદ્રની ખાડીઆ પાંચ સિવાય બધુંનાશ પામશે. શત્રુંજયગિરિ પ્રાયઃ સાત હાથ પ્રમાણ અને ગિરનાર પ્રાયઃ ૧૦૦ ધનુષ પ્રમાણ રહેશે. જીવવિચાર | ૨૫૦
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy