SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ યોજન સુધી અને બને સૂર્યમેરુ તરફના અર્ધા ક્ષેત્રને તપાવે.જબૂદીપમાં એક તારાથી બીજા તારાનું અંતર ૧રરયોજન અને સૂર્યનું અંતર૯૯૪૦યોજન અને ભરતક્ષેત્રથી સૂર્યનું અંતર ૪૪૮૨૦યોજન છે. 'n જ્યોતિષ દેના શરીરની અવગાહના - જન્મતી વખતે તેમની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય અને અંતર્મુહૂર્તમાં સાત હાથ પ્રમાણ થાય છે. ઉત્તરવૈક્રિય શરીરનાનું-મોટું કરી શકે છે. પોતાના વિમાનમાં પોતાના પરિવારયુક્ત રહે છે. સૂર્યચંદ્રબે દેવો ઈન્દ્રરૂપ છે. તેમનું આયુષ્ય પૂર્ણ થાય એટલે બીજો જીવત્યાંઉત્પન્નથાય છે. દ્ર વિના વધારેમાં વધારે છ મહિનાના કાળનો વિરહ પડે છે. 1 જ્યોતિષ દેવોમાં કોણ ઉત્પન્ન થાય? તાપસ, વનવાસી, કંદમૂળફળાદિઆહાર કરનારા જપતપ કરનારાઓ જ્યોતિષદેવમાં ઉત્પન્ન થાય.તાપસીવિશિષ્ટ પ્રકારનું તપોમયજીવન જીવતા હોય પણ સાથે અજ્ઞાનતા હોવાને કારણે શુદ્ધ દયાનું પાલન ન કરી શકે માટે તેમને સંપૂર્ણ નિર્જરા ન થાય, તેઓને દેવલોકની પ્રાપ્તિ થાય તેમાં તે વધારેમાં વધારે જયોતિષ દેવ સુધી જઈ શકે. (૪) વૈમાનિક દેવોઃ વૈમાનિક દેવો મુખ્ય બે પ્રકારે કલ્પોપપન અને કલ્પાતીત. વૈમાનિક દેવો વિમાનમાં ઉત્પન્ન થતા હોવાથી વૈમાનિક કહેવાય. જ્યોતિષદેવોથી અધિકઅર્ધરજજુ ઉપર ગયા પછી વૈમાનિકદેવોની હદશરુ થાય છે. સમ્યકત્વની હાજરીમાં મનુષ્યને નિયમા વૈમાનિક દેવલોકનું જ આયુષ્ય બંધાય છે. (૧) કલ્પોપષનઃજ્યાં નાના મોટા, સ્વામી સેવકનો વ્યવહાર મર્યાદા હોય તે કલ્પપપન. એક થી બાર દેવલોકના દેવો, ત્રણ કિલ્બિષિક અને નવા લોકાંતિક આ ચોવીસ કલ્પપપનદેવો કહેવાય છે. કલ્પોપન એટલે જ્યાં જીવવિચાર | ૨૨૦
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy