SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તેને છપટરાણી અને તે દરેકને છ હજાર દેવીઓનો પરિવાર હોય. એ જ રીતે સુવર્ણકુમાર વિધુતકુમાર વિ. દેવોના પરિવાર ઉપર કોઠામાં જણાવ્યા મુજબ હોય છે. અસુર દેવલોકમાં કોણ જાય? બાલત પડિબલા ઉ%ડરોસા તવેર ગારવિયા! વૈષ ય પડિબલા મરિઉં અરેષ ઉવવાઓ III૧%ા. (બૃહત્સંગહણી) જે ક્ષુધા પિપાસા સહન કરે, શીત આતાપના, ડંશાદિ પરિસહ સહન કરે, બ્રહ્મચર્ય પાળે, સ્નાન ન કરે, અજ્ઞાન તપ કરનારા, તપમાં ગર્વ કરનારા તેવૈરથી પ્રતિબદ્ધમિથ્યાત્વીઓઅસુરનિયદિહલકદેવલોકમાંઉત્પન થાય. (૨) વ્યંતર દેવો જ્યાં સુધી જીવ માત્ર જીવના સ્વરૂપનું આલંબન પકડીને સાધના કરતો નથી ત્યાં સુધી તેને ભવભ્રમણ ઉભું રહે છે. વિવિધ પ્રકારના કષ્ટ સહન કરે. તપ, ત્યાગાદિ અકામ નિર્જરાદિ વડે જીવ દેવલોકનું આયુષ્ય બાંધી વ્યંતરાદિ દેવલોકમાં જાય છે. તેમાં ઈન્દ્રપણું પ્રાયઃ કરીને સમ્યગુદષ્ટિ આત્માને પ્રાપ્ત થાય છે. આથી કુમારપાળ મહારાજા પરમાત્મા ભકિત અને દેશવિરતિની સાધના વડે વ્યંતરેન્દ્ર થયા. || વ્યંતર દેવોના નગર સ્થાનો રત્નપ્રભા પૃથ્વીના એક હજાર યોજના જે ઉપરના છોડેલા છે તેમાંથી ૧00 યોજન ઉપરના ને ૧૦૦ યોજના નીચેના છોડીને વચ્ચેના ૮૦૦ યોજનને વિષે આઠ વ્યતર જાતિના નગરો આવેલાં છે.૧૦૦યોજન ઉપરના જે છોડ્યા છે તેમાંથી ઉપર-નીચેના ૧૦–૧૦યોજન છોડી વચ્ચેના ૮૦યોજનમાં વાણવ્યંતરદેવોના નગર આવેલા છે. આ દેવોની ઉત્પત્તિ પોતાના સ્થાનોમાં થાય પછી તે તિસ્કૃલોકમાં પણ રહેવા જાય. કેટલાંક દેવાલયો, ગિરિ પર્વતો પર અધિષ્ઠાયક થઈને રહે છે. કેટલાંક હલકા દેવો વૃક્ષો, કોતરો–નિર્જર સ્થાનોમાં રહે છે અને મનુષ્યોને પીડા આપે છે. જીવવિચાર | ૨૧૫
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy