SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ એક એમ પાંચ મહાવિદેહમાં ૧O તીર્થકરો અને પાંચ ભરત અને પાંચ ઐરાવતમાં હોય એટલે કુલ ૧૭૦ તીર્થંકર પરમાત્મા ૧૫ કર્મભૂમિમાં હોય. બીજા અજિતનાથ પરમાત્માના સમયે આવો પુન્ય પરાકાષ્ટવાળો કાળ હતો કે જયારે પંદર કર્મભૂમિમાં દરેક વિજયમાં સાક્ષાત્ તીર્થકરો વિચરતા હતાં. આપણો આત્મા આ કાળમાં પણ હતો છતાં તેનું પરિભ્રમણ મુકત થયું નહીં. તો હવે આ કર્મભૂમિમાં પ્રાપ્ત મનુષ્યભવને પામી એવી સુંદર આરાધના કરી લઈએ કે જેથી સંસારમાં વધારે રખડપટ્ટી ન થાય. ૧૦૧ ગર્ભજ પર્યાપ્તા+૧૦૧ ગર્ભજ અપર્યાપ્તા+૧૦૧ સમૂચ્છિમ એમ કુલ ૩૦૩ ભેદ મનુષ્યના છે. તેમાં પણ માત્ર ૧૦૧ મનુષ્યના પર્યાપ્ત ભેદમાં જે અનાર્ય કૂળમાં ધર્મ દુર્લભ બને છે. માત્ર આર્યકૂળમાં જ ધર્મની પ્રાપ્તિ થઈ શકે. આથી ધર્મ પ્રાપ્તિદુર્લભ, દુર્લભ ધર્મ પ્રાપ્ત પછી પાળવું મહા દુર્લભ, તેથી દુર્લભ ધર્મનો એક સમયનો પણ પ્રમાદ કરવા જેવો નથી. आरात् यातः सर्व हेय धर्मजयः इति आर्य : અર્થાત, સર્વ શ્રેય કાર્યોથી નીકળી ગયા તે આર્ય. આર્ય કૂળ આત્મા માટે જ જીવન જીવનારા હોય. આત્માના રક્ષણ માટે જ સંસ્કૃતિ, વ્યવહાર જ્યાં પ્રધાન હોય, તે આર્ય કહેવાય. પંદર કર્મભૂમિમાં છ ખંડ છે ત્રણ ખંડ અનાર્યથી ભરેલાં છે. વૈતાઢ્ય પર્વતથી બે ભાગ થાય છે. ચક્રવર્તી સિવાય ત્યાં કોઈન જઈ શકે. ત્રણ ખંડમાં પણ રપા દેશો જ આર્ય છે બાકીના અનાર્ય, અનાર્ય મનુષ્યો મ્લેચ્છ એવા નામથી ઓળખાય (આચાર ધર્મમર્યાદાથી રહિત હોય) તેમના પ્રકારો શાક, પવન, સબર,ખમ્બર, મુકુંડ, આરબ, હૂણ, બોકસ, ભીલ, અંબ, પુલિંદ, ચીન, કીરાદ, ગજકરણ, અપકરણ, મેઢમુખ, ખરમુખ વગેરે અનેક પ્રકારે હોય. આર્ય ક્ષેત્રો ખૂબજ ઓછા છે અને તેમાં બે પ્રકારનાં આર્ય બતાવ્યાં, દ્ધિપ્રાપ્ત અને અદ્ધિપ્રાપ્ત. (બ) અતિપ્રાપ્ત આર્ય પ્રકારેઃ તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, વિદ્યાધર અને ચારણમુનિ. જીવવિચાર // ૨૦૫
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy