SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્માના શાસનમાં ન કરે તો ભયંકર પાપ બાંધે. પૂર્વભવના મિથ્યાત્વના પરિણામનો અનુબંધ હટ્યો નથી તેથી જિનધર્મના દુશ્મન બની દેવ-ગુરુની ભયંકર નિંદા કરી પરમાત્માએ જેનો નિષેધ કર્યો છે તેનો વિરોધ કરશે. તત્ત્વની અન્યથાપ્રરૂપણા કરી પોતે લોકો પાસે ઉન્માર્ગને પ્રરૂપશે. જિનપ્રતિમા, સાધુ, સાધ્વી, ચૈત્યોની નિંદા કુથલી - અપભ્રાજના કરશે. કામલત્તા સાતદિવસનું અણસણ કરીને ૯૬ વર્ષનું આયુ પૂર્ણ કરીને દક્ષિણના વાણવ્યંતર ઈન્દ્રની સુયશા નામની દેવી તરીકે ઉત્પન થશે. વિભંગ જ્ઞાનથી તે રર પુરુષોને જોઈ તેમના પર રાગી થઈ તેમને સહાય કરશે. ધન - ધાન્ય - પુત્ર - પરિવારની વૃદ્ધિ થશે એટલે એ લોકો આગળ અભિમાનપૂર્વક ચાલશે અને હજારો લોકો સામે પોતાનો ધર્મ સાચો છે એમ પ્રરૂપણા કરશે. દેવો પણ અમને સહાય કરે છે તથા અમારા ધર્મ દ્વારા અહીં જ સુખ મળે છે એવી જોરદાર કુધર્મની પ્રરૂપણા કરશે. શ્રાવક ધર્મથી ભ્રષ્ટ થયેલા તે કુમતનો સ્વીકાર કરશે અને એ દર્શનની શ્રદ્ધાથી રહિત તે નાસ્તિક થશે અને પોતાનો મત જ પ્રરૂપીને દુર્લભ બોધિ બનશે. વિષયના રાગના કારણે જ જીવ ધર્મનો દ્રષી બને છે. મરીચિએ પણ એ જ કર્યું. શરીરના રાગે જ જીવ પડે છે. શરીરના રાગના કારણે જ આપણને ધર્મ કરતાં શરીર વધારે ગમે છે, અનુકૂળતા જ ગમે છે. શરીરની સાતાનો રાગ જ બધે આગ લગાડે છે. શરીર જે કદી સખણુંનરહે, જે અવશ્ય નાશ થવાનું છે એમ શરીરનો સ્વીકાર કરી લે તો વાંધો નહીં, નહીં તો આત્માને છોડીને શરીરને જ પકડશે. અતિ કલિષ્ટ દર્શન મોહનીય કર્મ બાંધ્યું એટલે ભવ્યહોવા છતાં અસંખ્યકાળ સુધી બોધિ નહીં પામે. ૯૪ વર્ષનું આયુ પાળીને સોળ મહારોગથી વાસિત બનીને નરકમાં જશે. પ્રથમ પ્રત્તરમાં ૧૦,૦૦૦ વર્ષના આયુષ્યવાળા નારક થશે. આભિનિવેશિકમિથ્યાત્વને સ્વીકારનારા પછી જુદા-જુદા ભવોમાં ભમશે અને શ્રાવકપણું પામીને કૃતની હિલના કરશે. વધારે પાપ બાંધવા માટે પણ જિનકુળ મળે છે. જીવવિચાર // ૧૯૭
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy