SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ હિંસા કરીને તેમાં જ આનંદ માણશે. ૨ થી ૯ વર્ષ કાળ પસાર થશે. ૩૩ મા ભવે અવંતીદેશમાં અનામનિર્જરા દ્વારા ચંડાળ કુળમાં પહોંચશે. હુંડક છેલ્લે સંસ્થાન-પેટલાંબું વર્ણપણ એવો જ, ભેંસના શીંગડા જેવી કાંતિ કોઈને ગમે નહીંતેવા ઉત્પન્ન થશે. તેને જોઈને લોકોને ચિતરી ચડેતેવાતે થશે. આજીવિકા માટે ચામડા સીવવાનો જોડા સીવવા વગેરે ધંધો કરશે. કામલત્તા ખૂબ શ્રીમંત બનીને અર્થીજનોને દાન વગેરે આપશે ને પરિવ્રાજકધર્મને સ્વીકારવા કાશીદેશમાં આવશે અને શૌચમૂલધર્મનો સ્વીકાર કરશે. હાવું-ધોવું વગેરે એમનો ધર્મ અને આ ધર્મમાં એ ચુસ્ત બનશે. પોતાના ગુરુ અનેક પરિવ્રાજકોની સાથે તીર્થયાત્રાએ નીકળશે. રાતા વસ્ત્રો ધારણ કરી, કમંડલ વગેરેને ધારણ કરી, યાત્રા કરતા કરતા ક્ષિપ્રા નદીના કિનારે આવશે અને ચંડાલ કૂળમાં જન્મેલા રર ચંડાલો પણ ત્યાં આવશે.કામલત્તા તેમને ધર્મ કહેશે. દ્રવ્યથી પાણી માટી વગેરેથી ને ભાવથી ઘાસ-મંત્ર વગેરેથી શૌચ કરાવે છે અને સમજાવે છે કે શૌચ મૂલ ધર્મ છે અને એનાથી શરીરને પવિત્ર કરવાથી અને તીર્થોના પાણીથી શરીરને સ્નાન કરાવે તો તેને મોક્ષ મળે. અજ્ઞાનતા છે પણ લક્ષ્યમોક્ષનું છે માટે લાંબાકાળે પણ એ માર્ગમાં આવે. વર્તમાનમાં ન્હાવું વગેરે ક્રિયા હિંસાજન્ય છે પણ લક્ષ્ય મોક્ષનું છે તેથી દીર્ઘકાળ અનુબંધથી માર્ગમાં આવે. જ્યારે અભવ્યનો આત્મા ઊંચામાં ઊંચી સંયમની ક્રિયા પાળે, અહિંસા પાળે છતાં લય મોક્ષનું નથી તેથી અનંતકાળ ભટકવાનો જ છે એનો કદી પણ મોક્ષ થવાનો નથી. રર ચંડાલો શૌચમૂલ ધર્મને સાંભળીને હર્ષિત થશે ને કામલત્તાને ત્રણ પ્રદક્ષિણા આપીને ધર્મનો સ્વીકાર કરશે ને પાછા વંદન કરીને પોતાને સ્થાને જશે. હવે એમને ઋષિઘાતનું કર્મઉદયમાં આવશે અત્યાર સુધી કર્મ સત્તામાં પડ્યું હતું. મન મળ્યું એટલે વ્યક્ત દ્વેષ આવે. આભિગ્રહિક મિથ્યાદષ્ટિ બને એટલે અન્ય ધર્મો પ્રત્યે દ્વેષ આવશે ને પોતાનો જ ધર્મ શ્રેષ્ઠ લાગશે. બાકીના પાંચદર્શનોમાં પણ જૈન ધર્મ-ચૈત્યો- શ્રાવકો- સાધુઓનો ભયંકર અવર્ણવાદ બોલીને મહાભયંકરકર્મો બાંધશે.અમે જલદીથી મુક્તિને પામીએ તેવા ભાવથી પાંચ વર્ષ પરિવ્રાજક ધર્મ પાળશે. મહામિથ્યાત્વને દઢ જીવવિચાર // ૧૯૫
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy