SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે મન મળે છે ત્યારે તે સ્વભાવમાં રહેવાને બદલે ઈચ્છા મુજબ પરિભ્રમણ કરે છે. પંચેન્દ્રિયમાં ૭ થી ૮ લગાતાર મનુષ્ય ભવ કે તિર્યંચ ભવ મળે. પંચેન્દ્રિયમાં ૧૦૦૦ સાગરોપમથી વધારે કાળ ન રહી શકે. મનુષ્ય ભવમાં મહાવિદેહના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા સાત ભવ મળ્યા તો સાત પૂર્વક્રોડ ને યુગલિકમાં ત્રણ પલ્યોપમ એથી વધારે મનુષ્યભવનું આયુષ્ય લગાતાર ન મળે. ત્રસપણું ૨૦૦૦ સાગરોપમકાળનું છે જો આટલા કાળમાં ત્રસપણું ન ખપાવે તો તે અવશ્ય સ્થાવરકાયમાં જાય. કામલત્તા વેશ્યામાં આસક્રત ૨૨ પુરુષોનું દૃષ્ટાંત ઃ વર્ગલિકા આગમમાં દૃષ્ટાંત છે કે જીવ થોડી ભૂલ કરે તો કઈ રીતે રખડે ? કોઈ સમકિત પામીને અને કોઈ સમકિત પામ્યા વગર રખડે. ગોશાલો સમકિત પામ્યો પણ પરમાત્માની આસાતનાના કારણે રખડ્યો છે. પૂ.ભદ્રબાહુસ્વામીના વખતની આ વાત છે. તેમના શિષ્ય અગ્નિદત્ત મિથિલા નગરીમાં લચ્છી નામના ઉદ્યાનમાં પ્રતિમા સ્વીકારીને કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા હતા, તે જ ઉદ્યાનમાં ૨૨ પુરુષો મધ–માંસમાં આસક્ત તેથી કામને પરવશ બનેલા. કામલત્તા નામની અત્યંત પ્રસિદ્ધ ને ઋદ્ધિવાન વેશ્યા સાથે કામચેષ્ટા કરે છે. તે વખતે તેમની દૃષ્ટિ આ મહાત્મા પર પડી, કામી હોય તે સામાન્યથી ક્રોધી હોય, દયાનો પરિણામ ન આવે, નિષ્ઠુર બનેલા હોય તેથી સાધુના દર્શનથી ક્રોધ એવો ભભૂક્યો કે વેશ્યાને છોડીને મુનિને મારવા દોડ્યા, આંધળા થઈને દોડ્યા ને વચ્ચે કાંઠા વિનાના કૂવામાં પડ્યા, અવાજના કારણે મુનિનું ધ્યાન ભંગ થયું, ત્યાં આવીને જોયું તો ૨૨ લાશ તરતી જોવાઈ. કામી જીવોની કેવી સ્થિતિ થાય ? દારુ - માસમાં આસક્ત થયેલાં ૨૨ મિત્રો કામરસથી ખૂબ ઘેરાયા અને એમનું ધ્યેય કામલત્તા વેશ્યા બની અને એમનું વિષયોની પૂર્તિ ધ્યેય ધ્યાનરૂપ બની ગયું. વિષયોનો રાગી ગુણનો દ્વેષી બને એટલે સાધુને જોઈને એમના પર દ્વેષ આવ્યો. કામથી ક્રોધની વૃદ્ધિ થાય એટલે ક્રોધથી આત્મા આંધળો બન્યો. જીવવિચાર // ૧૯૨
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy