SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ થયા તે વંદના સ્વરૂપે પ્રગટ કર્યા છે. જીવ વિચારના પદાર્થોનું આત્મા સાથે અનુસંધાન થાય અને તેના ફળરૂપે સમ્યકત્વના લક્ષણરૂપ દયા, નિર્વેદ, સંવેગાદિ ભાવોથી આત્મા ભાવિત થાય, આત્મા સર્વવિરતિના પરિણામમાં પરિણમન પામે તે રીતે જીવવિચારનો સ્વાધ્યાય થાય તો સ્વાધ્યાયની સફળ તા થાય. જીવવિચાર એ ધ્યાન યોગની પરમ ભૂમિકા રૂપ છે તેથી મુમુક્ષુ આત્માઓએ તેના સ્વાધ્યાયમાં પ્રમાદન કરવો પણ જીવવિચારના પદાર્થોને આત્મસાત્ કરી વ્યવહારમાં તેનો ઉપયોગ મૂકી દયાના પરિણામોની સંવેદના, વૃદ્ધિનો લક્ષ્ય કેળવવાનો પ્રયત્ન કરવો. કારણ જીવદયાનો વિશુદ્ધ પરિણામ જ અર્થાત્ સ્વભાવ દયામાં તે પરિણામ પરિણમતા આત્મા શ્રેણિએ ચઢી સ્વભાવ રક્ષાની પૂર્ણતા રૂપ વીતરાગતાને પામી–ભાવાતીત થઈ ભવથી અતીત એવી આત્માની શુદ્ધસિદ્ધ અવસ્થા પ્રગટ કરશે. આમ જીવવિચાર પ્રકરણ એ સિદ્ધગતિના પ્રમાણમાં અને સિદ્ધ સ્વરૂપ પ્રગટાવવામાં મહત્વનું સ્થાન ધરાવે છે. સુરેન્દ્રનગરના પ્રદીપભાઈ, મિલિંદભાઈ તથા રાજકોટના કમલેશભાઈ 'દામાણી, નીતિનભાઈચોકસી તથા સાધુ તથા સાધ્વીજી ભગવંતો વગેરે ઘણા મહાનુભાવોની સહાયથી આ પુસ્તકતૈયાર થયું છે. મારીમતિમંદતા અને શાસ્ત્રના બહોળા અભ્યાસના અભાવના કારણે શાસ્ત્ર વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો ક્ષમા કરશો. જે કંઈ ક્ષતિ દેખાય તેને વાચકવર્ગ સુધારીને વાંચે તથા અમને જણાવવાની કૃપા કરે જેથી ભવિષ્યમાં તેનો સુધારો થઈ શકે. પાલીતાણા આચાર્ય રવિશેખરસૂરિ પોષ વદ-૧૩, ૨૦૭૩ જીવવિચાર / ૧૧
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy