SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સાધના કરવા તૈયાર જ ન થાવ તો ભગવાન શું કરે ? બોલો, મોક્ષની સાધના કરવા તમે તૈયાર થયા છો ? તમારા (હેમચન્દ્રસાગરસૂરિજી) અને મારા વચ્ચે કોઈ ગુરુ-શિષ્યનો સંબંધ ખરો ? છતાં તમે પૂછવા આવો તો હું ના કહું ? ઘરનો એક અક્ષર અહીં નથી કહેતો. પૂર્વાચાર્યોએ કહેલું – અનુભવેલું કહું છું. એવી પંક્તિઓ મારી સામે છે. કોઈ ભૂલ હોય તો કહેજો હું સુધારીશ. તમે ગીતાર્થ છો. હરિભદ્રસૂરિજી સ્વયં પણ પોતાના તરફથી નથી કહેતા. જુઓ, તેઓ સ્વયં કહે છે : “વાક્ષેપરમિતિ વિદwવાદા' ભગવાન યોગ-ક્ષેમ કરનારા છે, એમ પ્રાજ્ઞપુરુષો કહે છે. યોગ-ક્ષેમ ન કરતા હોય ને માત્ર મહત્ત્વ વધારવા આ વિશેષણ નથી વપરાયું. વસ્તુતઃ ભગવાન યોગક્ષેમ કરી જ રહ્યા છે, માટે જ ભગવાન “નાથ” કહેવાયા છે. કેટલાય પ્રસંગોએ ભગવાન નાથ છે, યોગક્ષેમ કરે છે, એવું નથી લાગતું ? ભગવાનની આજ્ઞા સ્ટેજ છોડી અને આપત્તિમાં મૂકાઈ ગયા, તેવું નથી બનતું ? ગઈ કાલે જ એક સાધ્વીજી બે ઘડા પાણી લાવતા હતા. (જો કે તેઓ એક જ ઘડો લાવે છે. બીજો ઘડો તો બીજાનો હતો. પાંચ ડગલા આગળ મૂકવા ગયેલા.) ઘડા ફુટ્યા. સાધ્વીજી સખ્ખત દાઝી ગયા ! જોવું હોય તે એમની દશા જોઈ આવે. માટે જ હું બે ઘડા લાવવાની ના પાડું છું. પૂ. કનકસૂરિજીના જમાનામાં તો પ્લાસ્ટિક હતું જ નહિ. પૂ. કનકસૂરિજીના કાળધર્મ પછી (વિ.સં. ૨૦૨૦) પૂ. રામસૂરિજી (ડલાવાળા) કચ્છમાં આવેલા. ત્યારે અમારી પાસે એક પ્લાસ્ટિકની કાચલી જોઈ પૂછેલું : તમારા સમુદાયમાં પણ પ્લાસ્ટિક આવી ગયું ? ત્યારે અમે કહેલું : “ભૂલથી એક કાચલી આવી ગઈ છે !' આજે તો પ્લાસ્ટિકનો અમર્યાદ ઉપયોગ થવા લાગ્યો છે. પૂ. કનકસૂરિજી મ. તો પ્લાસ્ટિકનો માલ લઈને કોઈ શ્રાવક ૫૦ * * * * * * * * * * * * ૨
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy