SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રંથના પુનઃ પ્રકાશન માટે મુખ્ય પ્રેરક પરમ શાસન પ્રભાવક, વર્તમાન સમુદાય-નાયક પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.સા., વિદ્ધકર્ય પૂ. પંન્યાસપ્રવરશ્રી કલ્પતરુવિજયજી ગણિવર તથા પ્રવક્તા પૂ. પંન્યાસપ્રવરશ્રી કીર્તિચંદ્રવિજયજી ગણિવર આદિને અમે વંદન કરીએ છીએ. - આ ગ્રંથના ખૂબ જ ચીવટ અને ખંતપૂર્વક અવતરણસંપાદન તથા પુનઃ સંપાદન કરનારા પૂ. પંન્યાસજી શ્રી મુક્તિચંદ્રવિજયજી ગણિવર તથા પૂ. પંન્યાસજી શ્રી મુનિચંદ્ર-વિજયજી ગણિવરનો અમે ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ. આ ગ્રંથમાં આર્થિક સહયોગ આપનારા મહાનુભાવોને અમે હાર્દિક ધન્યવાદ આપીએ છીએ. દિવંગત પૂ. મુનિવર્યશ્રી મુક્તાનંદવિજયજીનો પણ આમાં અપૂર્વ સહયોગ રહ્યો છે, જેને યાદ કરતાં અમે ગદ્ગદ્ બની રહ્યા છીએ. હિન્દી પ્રકાશનમાં આર્થિક સહયોગ આપનાર લોદી ચાતુર્માસ સમિતિ તથા ફલોદી નિવાસી (હાલ, ચેન્નઇ) કવરલાલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ચેન્નઇના અન્ય દાતાઓને વિશેષત: અભિનંદન આપીએ છીએ. શ્રીયુત ધનજી ગેલા ગાલા પરિવાર (લાકડીઆ) દ્વારા નિર્મિત ગુરુ-મંદિરની પ્રતિષ્ઠાના પાવન પ્રસંગને લક્ષમાં રાખીને પ્રકાશિત થતા આ ગ્રંથ-રત્નોને વાચકોના કર-કમળમાં મૂકતાં અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ. અત્યંત શીઘ્રતાથી ચીવટપૂર્વક ચારેય ભાગોને હિન્દીગુજરાતીમાં છાપી આપનાર તેજસ પ્રિન્ટર્સવાળા તેજસ હસમુખભાઇ શાહ (અમદાવાદ)ને પણ શી રીતે ભૂલી શકાય ? - પ્રજ્ઞાળે
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy