SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ બોલતાં ઉપયોગપૂર્વક હિત-મિત-પધ્ધ-પ્રિય જરૂરી બોલો તો ભાષાસમિતિ આવી જશે. ગોચરી કરતા હોઈએ ત્યારે બોલવાની જરૂર ક્યારે પડે ? જરૂર પડે ત્યારે જ બોલો છો ને ? બિનજરૂરી નથી બોલતાને ? ભાષાસમિતિમાંથી જ વચન-ગુમિમાં જવાશે. પૂ. ભાગ્યેશવિજયજી : ગુપ્તિ ઉત્સર્ગ છે. સમિતિ અપવાદ છે. પહેલા ઉત્સર્ગ ન હોય ? પૂજ્યશ્રી : અપવાદ-ઉત્સર્ગની પછી વાત કરજો. અત્યારે મને વર્ણન કરવા દો. વિષયાન્તર થઈ જશે. ૪૨ દોષ ટાળીને ગોચરી લઈએ તો એષણા સમિતિ આવશે. એવું ન બની શકતું હોય તો મનમાં દુ:ખ તો લાગવું જ જોઈએ. આવો સાધક બીજીવાર સ્વાદિષ્ટ વસ્તુ ન મંગાવે. લેતાં-મૂકતાં જયણા આવી જાય તો એષણા સમિતિ આવશે. લેતાં-મૂકતાં ઉપયોગ ન રાખ્યો તો સ્વ-પરને નુકશાન થશે. બીજો જીવ મરી જશે. વિંછી વગેરે ડંખ મારે તો જાતને પણ નુકશાન. | ગઈકાલની જ વાત કરું. દાબડીઓ હાથમાં લેતાં અંદર કચરો દેખાયો. જાળવીને હાથમાં લીધો, પણ પછી એ ઊડ્યો. એ મચ્છર હતો ! પ્રશંસાની વાત નથી કરતો. હમણા સ્વપ્ર આવેલું : સ્વમમાં મેં જોયું કે ચારે બાજુ નિગોદ હતી. પગ ક્યાં મૂકવો ? તે સવાલ હતો. મેં જાળવીને થોડી જે નિગોદ-રહિત જગ્યા હતી ત્યાં પગ મૂક્યો. વિ.સં. ૨૦૧૧માં રાધનપુર ચાતુર્માસમાં કારસૂરિજીએ પ્રશ્ન પેપરમાં બુદ્ધિપૂર્વકનો પ્રશ્ન પૂછાવેલો : ઊંઘમાં મુનિને ગુણઠાણું હોય કે જાય ? મતલબ કે ઊંઘમાં પણ જાગૃતિ જોઈએ. તો જ ગુણઠાણું ટકી શકે. છે એટલું નક્કી કરો : ચાલતાં અને વાપરતાં બોલવું નહિ. તો વચનગુપ્તિનો અભ્યાસ થશે. અત્યારે મૌન રહેશો તો એકઠી થયેલી શક્તિ વ્યાખ્યાન વખતે કામ લાગશે. ગૃહસ્થો > * * * * * * * * * * ૪૫
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy