SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી : કેમ તેઓ નીચે ન આવે ? પૂજ્યશ્રી ઃ તેમનો તેવો કલ્પ છે. આવા ઉપકારી, કરુણાના સાગર ભગવાન આપણને નાથ તરીકે મળી ગયા, એ આપણું કેટલું મોટું સૌભાગ્ય ગણાય ? છતાં ભગવાનને મળવાનો સમય આપણને ઓછો મળે છે ! હવે હરિભદ્રસૂરિજીના શબ્દોમાં નાથનો અર્થ જોઈએ. ભગવાન ભવ્ય જીવોના નાથ છે. સંસારી જીવોને સતાવનાર-સંતાપ ઊભો કરનાર રાગ-દ્વેષાદિ શત્રુઓ છે. રાગદ્વેષાદિ આપણી અંદર જ રહે છે. એટલે ઘણીવાર ખબર પણ ન પડે કે આચાર્ય ભગવંત કહે છે કે રાગાદિ કહે છે ? માટે જ માથે ભગવાન કે ગુરુ રાખવા જરૂરી છે. ઘણીવાર મોહ જ એમ સમજાવે : હું જ નાથ છું. પીડાના મુખ્ય કારણો ત્રણ છે: રાગ, દ્વેષ અને મોહ. તેનાથી ભગવાન ભવ્યાત્માને બચાવે છે. જેમનું બીજાધાનાદિ થઈ ગયું હોય તેવા જ ભવ્ય જીવો અહીં લેવાના. આદિથી ધર્મશ્રવણ આદિ લેવાના. આવા ભગવાનને નાથ તરીકે સ્વીકારો એટલે બેડો પાર. હેમચન્દ્રસૂરિજી કહે છે : હું દાસ છું. નોકર છું. કિંકર છું. સેવક છું. આપ માત્ર “હા” કહો એટલે પત્યું ! હવે જો ભગવાન નાથ છે તો કોણ હેરાન કરી શકે ? સરકાર તમને સુરક્ષા આપે તો તમને ખતરો કોનો ? ખતરાને દૂર કરવાની જવાબદારી સરકારની છે. ભગવાન તો સરકારની પણ સરકાર છે. સરકારની સુરક્ષામાં તો હજુયે કચાશ હોય, અહીં જરાય કચાશ ન હોય. બીજાધાન ન થયું હોય તેવાના જીવોના નાથ ભગવાન બની શકતા નથી. દુનિયામાં ઘણાય નાથ બનવા જાય છે, પણ ભગવાન સિવાય નાથ કોણ બની શકે ? અનાથી મુનિને શ્રેણિકે કહેલું : હું તમારો નાથ બનું કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૩૦
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy