SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ આકાશાસ્તિકાયે તો કહી દીધું છે : અહીં તમે એકલા નહિ રહી શકો. બીજાને જગ્યા તમારે આપવી જ પડશે. “મારી ઓરડીમાં હું બીજાને નહિ આવવા દઉં.” આવી વૃત્તિ મારી પાસે નહિ ચાલે. આકાશની ઉદારતા તો જુઓ. ધર્મ-અધર્મ-પુગલ, જીવ વગેરેને કેવો સમાવીને અલિપ્ત ભાવે બેઠો છે ! એની પાસેથી ઉદારતા ગુણ લેવા જેવો નહિ ? નાની-નાની તુચ્છ વાતોને આગળ કરીને લડી પડનારા આપણે આમાંથી કોઈ બોધપાઠ લઈશું ? સર્વવયાય | - શકસ્તવ. સર્વ દેવોમાં ભગવાન વ્યાપ્ત છે. (ભલે કોઈ રામકૃષ્ણ જેવા કાલી માતાને માનતા હોય, પણ નમસ્કાર ભગવાનને જ પહોંચે. નામ બદલાય તો શું થઈ ગયું ? ભગવાનનું નામ પણ ભૂલાઈ જાય તો અહં કે ઓ પણ ચાલે.) સર્વ જ્ઞાનમયાય – જગતનું સર્વ જ્ઞાન ભગવાનનું જ છે. આપણે જ્ઞાન ભણતા હોઈએ ત્યારે ભગવાનમય જ હોઈએ છીએ. તેનોવાય - ભગવાન તેજોમય છે, ઉદ્યોતમય છે. નો રસ ૩mોમરે ! સાધકને ઘણી વખતે તેજ દેખાય છે. આ જયોતિધ્યન છે. પરમજ્યોતિરૂપ ભગવાનમાંથી જ આવતા એ સ્ફલિંગો છે. ધ્યાનયાય - ધ્યાનમાં પ્રતિમા આવ્યા. આલંબન પ્રતિમાનું લેવાનું હોય. ધ્યાન વિના તે ન થઈ શકે. ધ્યાન જે કોઈ પણ કરે તે ભગવન્મય જ છે. આવા ભગવાનની સાથે એકાકાર બનીશું ત્યારે ભગવાન જરૂર મળશે જ. * * * * * * * * * * * * * ૧૦
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy