SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સૈનિકોએ લડાઈ કરી જીત મેળવી, પણ જીત ગણાય રાજાની જ ને ? રસોઈઓ જમાડે છે, પણ જમણ શેઠનું જ ગણાયને ? દાસે ગધેડો ખરીદ્યો પણ ગણાય શેઠનો જ ને ? આપણે ચતુર્વિધ સંઘના સૌ સભ્યો ભગવાનના જ ને ? કાનજીના મતની જેમ આપણે માત્ર ઉપાદાનને સહત્ત્વ નથી આપતા, ભગવાનને આગળ રાખીએ છીએ. પૂ. દેવચન્દ્રજીની જેમ આપણે નિમિત્ત કારણને આગળ રાખીએ છીએ. આપણે જ ભગવાનના હોઈએ તો આપણો નમસ્કાર આપણો શી રીતે હોઈ શકે ? આખા જ આપણે ગાડામાં બેઠા છીએ તો આપણું પોટલું આપણા પર ભારરૂપ શી રીતે બની શકે ? નમસ્કાર પણ ભગવાન લઈ લે તો આપણી પાસે રહ્યું શું? એમ વિચારી ચિંતાતુર નહિ થતા. આપણા શેઠ (ભગવાન) એટલા ઉદાર છે કે એ આપણા નમસ્કાર વગેરે રાખી મૂકતા નથી, પણ ઊલ્ટા અનેકગણા વધારીને આપે છે. આપણે હજુ ભગવાનને સંપૂર્ણ સમર્પિત બન્યા નથી. સમર્પિત બન્યા હોઈએ તો જુદાઈ શાની ? હું પોતે સાથે છું. મારામાં એટલો સમર્પણ ભાવ પ્રગટ્યો નથી. પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી : આ બધું બહુ કઠણ છે. પૂજ્યશ્રી : કઠણ છે તો પણ કરવાનું છે. તમારા જેવા વક્તાઓ અહીં સાંભળવા આવે છે, તે જ યોગ્યતાને સૂચવે છે. તમારા જેવા એક અનેકોને પહોંચાડશે. પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી ઃ અમે તો આપને લુંટવા આવ્યા છીએ. પૂજ્યશ્રી ઃ હવે તમે પણ બીજાને આપજો . મારી જેમ કંજુસ નહિ બનતા. પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી : કંજુસ શબ્દનો પ્રયોગ શુભ ઘડીએ થયો લાગે છે. ૪ * * * * * * * * * * * * ક
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy